Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Uttarayan 2024: સુરતીલાલાઓ ઝાપટી જશે હજારો કિલો ઊંધિયું, આજથી તૈયારીઓ શરુ

અહેવાલ: રાબિયા સાલેહ, સુરત Uttarayan 2024: ઉત્તરાયણના દિવસે ગુજરાતી ઊંઘિયું ખાવાનો શોખ રાખતા હોય છે. આમ તો ગુજરાતીઓ સ્વાદ પ્રિય હોય છે. ઉલ્લેખનીય છે કે, સુરતીલાલાઓ ઉતરાયણ પર્વ પર હજારો કિલો ઉંધીયુ જલેબી ઝાપટી જવાના છે. જેના માટે વેપારીઓને ત્યાં...
uttarayan 2024  સુરતીલાલાઓ ઝાપટી જશે હજારો કિલો ઊંધિયું  આજથી તૈયારીઓ શરુ

અહેવાલ: રાબિયા સાલેહ, સુરત
Uttarayan 2024:
ઉત્તરાયણના દિવસે ગુજરાતી ઊંઘિયું ખાવાનો શોખ રાખતા હોય છે. આમ તો ગુજરાતીઓ સ્વાદ પ્રિય હોય છે. ઉલ્લેખનીય છે કે, સુરતીલાલાઓ ઉતરાયણ પર્વ પર હજારો કિલો ઉંધીયુ જલેબી ઝાપટી જવાના છે. જેના માટે વેપારીઓને ત્યાં બે દિવસ આગાઉથી સુરતીલાલાઓનાં મનપસંદ ઊંધિયાનું વેચાણ સાથે બીજા દિવસની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી રહી છે. આ સાથે વેપારીઓ એવી આશા સેવી રહ્યાં છે કે, આ વખતે સુરતીઓ સારા એવા પ્રમાણમાં ઊંધિયું ઝાપટી જવાના છે.

Advertisement

Uttarayan 2024

ઉત્તરાયણની ઉજવણી કરવા સુરતના નગરજનો સજ્જ

ઉત્સવ પ્રિય સુરત નગરીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે નવા વર્ષનો પ્રથમ તહેવાર એવા ઉત્તરાયણની ઉજવણી કરવા નગરજનો સજ્જ થઈ રહ્યા છે. મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતીલાલાઓ ઉતરાયણ પર્વની ધામધુમથી ઉજવણી કરશે. શનિવાર અને રવિવાર સાથે સોમવારે આમ ત્રણ દિવસ આકાશમાં પતંગો વચ્ચે યુદ્ધના પેચ જામશે, તેની સાથે અગાસીઓમાં ઊંધિયા જલેબીની જયાફત પણ માણવામાં આવશે.

Advertisement

Uttarayan 2024

ઊંધિયાની પ્રતિ કિલોએ સરેરાશ કિંમત 400 રૂપિયા

સુરતમાં ઊંધિયાની સરેરાશ કિંમતો રૂપિયા ૪૦૦ રૂપિયે પ્રતિ કિલો છે. જો કે, સ્વાદના શોખીન સુરતીલાલાઓ આ વર્ષે હજારો કિલો ઊંધિયું હોંશે હોંશે ઝાપટી જશે. આ અંગે ઊંધિયું બનાવનાર વેપારી જણાવ્યું કે, દર વર્ષે હજારો કિલો ઊંધિયું સુરતીઓ આરોગે છે. ઉતરાયણમાં ઊંધિયું ખાવાની અલગ જ મજા હોય છે. એટલું નહીં પરંતુ ઊંધિયામાં ઉમેરાયેલા તમામ શાકભાજી શિયાળામાં લાભદાયક માનવામાં આવે છે. જેથી લોકો પોતાના પરિવારો માટે ઉત્તરાયણની વહેલી સવારે ઊંધિયું ખરીદવા લાઈનો લગાડતા હોય છે.

Advertisement

આ પણ વાંચો: ગાંધીનગર ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન, ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું…

ઊંધિયા બનાવવા વેપારીઓએ તૈયારી આરંભી

સ્વાદ રસિયાઓ ઊંધિયા જલેબીની સાથે શેરડી, બોર અને જમરૂખ અને તલ સાંકળી તુવેરના ઘુગ્રા અને સાદી પૂરી તથા મથાનો સ્વાદ પણ માણસે પતંગનો પેજ લગાવવાની સાથે સાથે ઊંધિયાની જલેબીની જયાફત પણ મન મૂકીને માણવાનો કેઝ છેલ્લા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે. એમાં વળી સુરતમા તો ઊંધિયા અને જલેબીનો સ્વાદ માણવાની પરંપરા પણ રહી છે. તેના વિના ઉત્તરાયણનો તહેવાર અધુરો માનવામાં આવે છે. ઉત્તરાયણના દિવસ દરમિયાન ઊભી થતી માંગને પહોંચી વળવા શહેરના ફરસાણના વેપારીઓએ અગાઉથી જ તૈયારીઓ આરંભી દીધી છે.

Tags :
Advertisement

.