Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધૂળેટી પર્વમાં કરો કેસુડાના ફૂલોનો ઉપયોગ, ધાર્યું પણ નહીં હોય તેવા છે ફાયદા

કેસુડાના ફૂલોનો ઉપયોગ : હોળી ધુળેટી આવે એટલે કેસુડાના રંગથી ખેલૈયાઓ રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે વનવાસી સમાજનાં પૂર્વજોએ આ વનસ્પતિનાં ઔષધી ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધાં હતાં. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારુ રહે. કેસુડાના રંગબેરંગી ફૂલો...
03:41 PM Mar 23, 2024 IST | Harsh Bhatt
કેસુડાના ફૂલોનો ઉપયોગ : હોળી ધુળેટી આવે એટલે કેસુડાના રંગથી ખેલૈયાઓ રંગોત્સવ મનાવતા હોય છે. ત્યારે વનવાસી સમાજનાં પૂર્વજોએ આ વનસ્પતિનાં ઔષધી ઉપયોગને જાણીને તેને ધર્મ સાથે વણી લીધાં હતાં. જેથી સમાજમાં દરેકનું આરોગ્ય સારુ રહે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી ગણવામાં આવે છે. આદિકાળથી પ્રાકૃતિક રંગો  સાથે હોળીની ઉજવણી થતી આવી છે અને અંતરિયાળ વિસ્તારમાં વનવાસી લોકો હોળી પર્વએ કેસુડા ઉપર જ નિર્ભય રહેતા હોય છે. આ અંતરિયાળ વિસ્તારના લોકો કૃત્રિમ રંગોનો ઉપયોગ કરતા નથી. વૈષ્ણ મંદિરો અને વ્રજભૂમિમાં રંગોત્સવ કેસુડાના ફૂલોનાં રંગથી જ મનાવવામાં આવતો હોય છે.

વસંત ઋતુથી જ કેસુડાની શોભા ખીલી ઉઠે છે

પાનખર ઋતુમાં ખાખરનાં  વૃક્ષો ઉપરનાં પાન ખરી જતા હોય છે અને તેનાં ઉપર કેસરી ફૂલો લાગતાં જ આ ખાખરનું વૃક્ષ - કેસુડો સોળે શણગાર સજીને ખીલી ઉઠે છે અને વનની શોભા વધારે છે. અંતરિયાળ વિસ્તારોમાં કેસુડાના વૃક્ષો જોવા મળતા હોય છે અને શિયાળા બાદ પાનખર ઋતુ આવતી હોય છે, ત્યારે જ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ આવે છે અને કેસુડો કેસરી ફૂલોથી સુશોભિત થતો હોય છે અને સમગ્ર વનનાં માથે કેસરિયો મુગટ બની રહી વનની શોભા વધારતો હોય છે.

કેસુડાથી કેટલાય રોગો નાશ પામે છે

પોતાની ત્વચા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કેસુડો ખૂબ જ ફળદાયી સાબિત થતો હોવાનું. કેસુડાના ફૂલનો ભૂકો કરી તેને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો જળ મૂળમાંથી ડાયાબિટીસનો રોગ મળી જતો હોવાનું, આંખોનાં રોગો માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થતી હોવાનું, થાઇરોડના રોગમાં પણ કેસુડાની જાળી અથવા તો મૂડીને ઘસીને થાઇરોડવાળી જગ્યાએ લેપ લગાવવાથી ફાયદો થાતો હોવાનું, કેસુડાના મૂળને તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચન શક્તિમાં પણ ફાયદો થતો હોવાનું ઔષધિય નિષ્ણાતો માને છે.

વસંત ઋતુમાં જ ખીલતા કેસૂડાંના ફૂલ ઔષધિય રીતે ઉપયોગી

ગ્રામ્ય વિસ્તારમાં લોકો ધુળેટી કેસુડાના ફૂલોથી જ રમતા અને કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં વન વિસ્તારોની શોભા વધારે છે. પરંતુ આયુર્વેદિક રીતે પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી હોય છે. કેસુડાના ફૂલ ચામડીના રોગો માટે ખૂબ જ અકસીર ઔષધી ગણવામાં આવે છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની સ્કીન પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહેતી હોય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.

ઉનાળામાં કેસુડાના ફૂલની શીતળ છાયા

પાનખરની અંદર વૃક્ષો ઉપરથી ફૂલો અને પાંદડાં ખરી પડતા હોય છે. પરંતુ કેસુડાના વૃક્ષ ઉપર ફૂલ ખીલતા હોય છે. કેસુડાના ફૂલને સુકવીને તેનો પાવડર બનાવવામાં આવે અને તે પાવડર સ્નાન કરતી વખતે અથવા તો મો ધોતી વખતે તેનો ઉપયોગ કરવામાં આવે તો ત્વચા પણ ખીલી ઉઠે છે અને કોઈપણ પ્રકારનો ચામડીનો રોગ ઉદ્દભવતો નથી
અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ 
આ પણ વાંચો : VADODARA : ઇન્ટેલિજન્સના આધારે એરપોર્ટ પર મુસાફરની હેન્ડબેગમાંથી 60,000 અમેરિકન ડોલર મળી આવ્યા
Tags :
BENIFITSCelebrationsCOLOURSDhuletidiseasesHELPFULHoliImportantKESUDA FLOWER
Next Article