Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિંમતનગરની પરિણીતાને દહેજ લાવવા મામલે ત્રાસ અપાતા બે વિરૂદ્ધ ફરિયાદ

Himmatnagar News : હિંમતનગરના જલારામ મંદીર રોડ પર રહેતી એક પરિણીતાને લગ્નના ચાર માસ બાદ પિયરમાંથી તેડી લાવવાનું બહાનુ બતાવી જમાઇને સોનાની ચેઇન, વીંટી અને ઘડીયાળનું દહેજ આપવું પડશે તેમ કહી તેણીના પતિએ જન્મદિવસે તેડી ગયા હતા. ત્યારબાદ આ મહિલાને...
હિંમતનગરની પરિણીતાને દહેજ લાવવા મામલે ત્રાસ અપાતા બે વિરૂદ્ધ ફરિયાદ

Himmatnagar News : હિંમતનગરના જલારામ મંદીર રોડ પર રહેતી એક પરિણીતાને લગ્નના ચાર માસ બાદ પિયરમાંથી તેડી લાવવાનું બહાનુ બતાવી જમાઇને સોનાની ચેઇન, વીંટી અને ઘડીયાળનું દહેજ આપવું પડશે તેમ કહી તેણીના પતિએ જન્મદિવસે તેડી ગયા હતા. ત્યારબાદ આ મહિલાને પેટમાં ગાંઠ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ તેણીના પતિ તથા ઘરના એક સભ્યએ તારે છોકરા થવાના નથી, હવે તુ વાંજણી રહી તેમ કહી શારિરીક અને માનસિક ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ શુક્રવારે હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.

Advertisement

આ અંગે જયોતિબા ભીખુસિહ રહેવરએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણીના લગ્નના ચાર મહિના પછી પિયરમાંથી તેડી લાવવા માટે શક્તિસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલાએ ફોન કરીને કહ્યુ હતુ કે અમો તેને તેડવા માટે ૧૮ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ આવવાના છીએ અને અમોને માનમોભા મુજબ જમાઇને સોનાની વીંટી, ચેઇન અને સોનાની ચેઇનવાળુ ઘડીયાળ દહેજમાં આપવું પડે. તેમ કહી આડકતરી રીતે દહેજની માંગણી કરવામાં આવી હતી.

ત્યારબાદ જયોતિબાને સાસરીમાં તેડી ગયા હતા. દરમિયાન જયોતિબાને અચાનક પેટમાં દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં તબીબે નિદાન કર્યા બાદ ગર્ભાશયમાં ગાંઠ હોવાનુ જણાવ્યુ હતુ. જેથી શક્તિસિંહ વાઘેલા અને સાધનાબેન વાઘેલાએ અવારનવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી કહ્યુ હતુ કે તને છોકરા થવાના નથી, તું વાંજણી રહીશ તેમ કહી વારંવાર ઘરકામ બાબતે ઝઘડા કરવામાં આવતા હતા. જેથી કંટાળીને અમદાવાદના હાથીજણ સર્કલ વિસ્તારમાં આવેલ રંગ રેસીડેન્સીમાં રહેતા પોતાના પિયરીયાઓને સઘળી હકીકતથી વાકેફ કર્યા બાદ જયોતિબાએ શુક્રવારે બે વિરૂધ્ધ હિંમતનગર એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દહેજધારાના ભંગ બદલ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - ઇડરમાં લારી-ગલ્લા, પાથરણાવાળાઓ માટે જગ્યા ફાળવવાની હિલચાલ

Advertisement

Tags :
Advertisement

.