Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch નજીક ગાયોના ધણ પર ફરી વળ્યું ટ્રેલર, 7 ગાયના મોત 7 ગંભીર ઘાયલ

Bharuch નજીક NH 48 પર વરેડિયા ચોકડી નજીક ગાયો પર ટ્રક ચડી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાય પર ટ્રેલર ફરી વળતા 7 જેટલી ગાયોનાં મોત નિપજ્યાં હતા.
bharuch નજીક ગાયોના ધણ પર ફરી વળ્યું ટ્રેલર  7 ગાયના મોત 7 ગંભીર ઘાયલ
Advertisement
  • ભરૂચ નજીક ગાયોના ધણ પર ટ્રેલર ફરી વળ્યું
  • 7 ગાયોના ઘટના સ્થળે જ મોત 7 ગંભીર રીતે ઘાયલ
  • અકસ્માત બાદ રોડ પર લોહીની નદીઓ વહેતી થઇ 

Bharuch નજીક NH 48 પર વરેડિયા ચોકડી નજીક ગાયો પર ટ્રક ચડી જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાય પર ટ્રેલર ફરી વળતા 7 જેટલી ગાયોનાં મોત નિપજ્યાં હતા. હાઇવે પર પશુ પાલકો દ્વારા ચરવા માટે ગાયો લઇ જઇ રહ્યા હતા. ત્યારે વરેડિયા ચોકડી નજીકથી ગાયોનું ધણ પસાર થઇ રહ્યું હતું. જો કે હોટલમાં પાર્ક ખટારાનું ટાયર ફાટતા ગાયો ભડકીને ભાગી હતી.

Advertisement

આ પણ વાંચો : અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાચવજો! રહસ્યમય ફ્લૂથી 3 લાખ કરતા વધારે લોકો હોસ્પિટલમાં દાખલ

Advertisement

ટાયર ફાટતા ગાયો ભડકી

ગાયો ભડકીને રોડ તરફ ભાગતા રોડ પર આવી રહેલા ટ્રેલરની અડફેટે ચડી ગઇ હતી. જેના કારણે 7 જેટલી ગાયોને અકસ્માત નડ્યો હતો. જ્યારે 7 ગાયો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. રોડ પર લોહી જ લોહીથી લથબથ બન્યો હતો. માહિતી મળતાની સાથે જ પાંજરાપોળના લોકોને દોડી આવ્યા હતા. 7 ગાયોને સારવાર માટે પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવી હતી.

Advertisement

ટ્રેલર ચાલક અકસ્માત બાદ ફરાર

બીજી તરફ ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. હાલ તો આ મામલે પોલીસ દ્વારા સીસીટીવી સહિતની સામગ્રી કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરાર થયેલા ટ્રેલર ચાલકને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પશુપાલકને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. માલિક દ્વારા સરકાર પાસે વળતરની માંગણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Business News : 11 મહિનામાં 10 ગણું વળતર...4 વર્ષમાં 54 ગણું વળતર, હવે કંપની માટે મર્જરનો પ્રસ્તાવ આવ્યો

Tags :
Advertisement

Trending News

.

×