Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh: તોડબાજ PI તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો, માણાવદર ન્યૂડ કેસમાં ફરી તપાસના આદેશ

Junagadh: તરલ ભટ્ટ તોડકાંડ કેસમાં આરોપી અને સસ્પેન્ડ PI તરલ ભટ્ટ (Taral Bhatt), SOG PI એ.એમ. ગોહિલ અને ASI દીપક જાની સામે ફરિયાદ નોંધાયા બાદ ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તરલ ભટ્ટ (Taral Bhatt) ના વધૂ એક કાંડ...
junagadh  તોડબાજ pi તરલ ભટ્ટની મુશ્કેલીમાં વધારો  માણાવદર ન્યૂડ કેસમાં ફરી તપાસના આદેશ

Junagadh: તરલ ભટ્ટ તોડકાંડ કેસમાં આરોપી અને સસ્પેન્ડ PI તરલ ભટ્ટ (Taral Bhatt), SOG PI એ.એમ. ગોહિલ અને ASI દીપક જાની સામે ફરિયાદ નોંધાયા બાદ ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તરલ ભટ્ટ (Taral Bhatt) ના વધૂ એક કાંડ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી તોડબાજ PI તરલ ભટ્ટની મુશ્કેલીઓમ વધારો જોવા મળી રહ્યો છે. રેન્જ IG દ્વારા માણાવદર ન્યુડ કેસમાં ફરી તપાસ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

Advertisement

કેશોદના DYSPને ફરી તપાસ સોંપવામાં આવી હતી

રેન્જ IG નિલેષ જાજડિયા દ્વારા માણાવદર ન્યુડ કેસમાં ફરી તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પહેલા ન્યૂડ કેસમાં તોડબાજ તરલ ભટ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે 2 આરોપીઓના બેંક એકાઉન્ટમાં મોટી રકમ મળી આવી હતી. ત્યારે કેશોદના DYSPને ફરી તપાસ સોંપવામાં આવી હતી.

તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા

પીઆઈ તરલ ભટ્ટ (PI Taral Bhatt) તથા જુનાગઢ સાઇબર ક્રાઈમ (Junagadh Cyber Crime) સેલના PI એ. એમ. ગોહિલ અને ASI દીપક જાનીએ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી 335 થી વધુ જુદા-જુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાઇબર ક્રાઈમ સેલના PI એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા.

Advertisement

ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા હતા

આ બેંક એકાઉન્ટ ફરી કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હકીકત એક અરજદારની રજૂઆત બાદ સામે આવી હતી. જુનાગઢ રેન્જ DIG નિલેશ જાજડિયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા હતા.

આ પણ વાંચો - Mehsana : ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો કરાયેલા વિસ્તારમાં દાદાના બુલડોઝરે તવાઈ બોલાવી

Advertisement

Tags :
Advertisement

.