Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલે કહ્યું એટલે...

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આજે બપોર બાદ હવામાનમાં આવી શકે છે પલટો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે Gujarat: ગુજરાતમાં અત્યારે ઘણાં વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.નોંધનીય છે કે,...
ભારે વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માઠા સમાચાર  અંબાલાલે કહ્યું એટલે
  1. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી
  2. આજે બપોર બાદ હવામાનમાં આવી શકે છે પલટો
  3. રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે
  4. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે

Gujarat: ગુજરાતમાં અત્યારે ઘણાં વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે.નોંધનીય છે કે, લાંબા વિરામ બાદ ગુજરાત (Gujarat)માં વરસાદ શરૂ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આગામી વરસાદની લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે હવામાનમાં આવે તેવી અંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે રાજ્ય (Gujarat)ના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટા આવી શકે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: ઘૂંટણસમા પાણી વચ્ચે રહેવા માટે લોકો બન્યા મજબૂર, ગટરના પાણી છેક ઘર સુધી આવ્યા

Advertisement

રાજ્યમાં એટમોસ્ફિયરિક વેબ સક્રિય થઈ

નોંધનીય છે કે, આવતીકાલથી વરસાદી ઝાપટાં વધી શકે છે. 15મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેબ સક્રિય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્ય (Gujarat)માં આહવા, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. જૂનાગઢ, અમરેલી અને દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટાં આવશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: રોફ દેખાડવા માટે ખરીદ્યા હથિયારો, દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે બે યુવકો ઝડપાયા

Advertisement

સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી

જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ થશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે સાથે વડોદરા, આણંદ, બોડેલી, પાદરા અને કરજણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં આવી છે. આ સાથે સાથે અરવલ્લી, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંઝનીય છે કે, વાવના વિસ્તારમાં વરસાદી ઝાપટાં આવી શકે છે.

આ પણ વાંચો: શ્રાવણ માસ નિમિત્તે અનોખી શિવ વંદના કરતી જોવા મળી જૂનાગઢની શિવ કન્યા

ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, કચ્છના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાંની આગાહી પણ કરવામાં આવી છે. 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્ય (Gujarat)ના ઘણા ભાગમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ આવશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સપ્ટેમ્બરના 7 તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. ખેડૂતો માટે નિરાશાડજનક સમાચાર સામે આવ્યા છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે.

Tags :
Advertisement

.