Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે તૈયાર રહો વરસાદના ત્રીજા રાઉન્ડ માટે..! અંબાલાલ પટેલની આગાહી

દેશમાં ચોમાસા ( monsoon)ની સાથે ડિપ ડિપ્રેશન પણ ટકરાતા ઉત્તર પશ્ચિમી ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ વિશે પણ ચોંકાવનારી આગાહી કરી છે.  Gujarat First...
હવે તૈયાર રહો વરસાદના ત્રીજા રાઉન્ડ માટે    અંબાલાલ પટેલની આગાહી
દેશમાં ચોમાસા ( monsoon)ની સાથે ડિપ ડિપ્રેશન પણ ટકરાતા ઉત્તર પશ્ચિમી ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે ત્યારે રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Ambalal Patel) રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડ વિશે પણ ચોંકાવનારી આગાહી કરી છે. Gujarat First સાથે વાતચીત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે  આગામી 23થી 27 જુલાઇ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે (very heavy rain) વરસાદ પડી શકે છે.
વરસાદના ત્રીજા રાઉન્ડ વિશે આગાહી
ચોમાસાનો પ્રારંભ થયા બાદ રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે અને સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડી રહ્યો છે ત્યારે રાજ્યના જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે  Gujarat First સાથે વાતચીત કરીને વરસાદના ત્રીજા રાઉન્ડ વિશે આગાહી કરી છે.
ડિપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ
અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 15 જુલાઇથી ફરીથી હવામાનમાં પલટો આવશે અને તેની અસર 17 તારીખથી જોવા મળશે. 18થી 20 જુલાઇમાં બે ડિપ ડિપ્રેશન બનશે અને આ ડિપ ડિપ્રેશનના કારણે રાજ્યમાં ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ
અંબાલાલ પટેલે આગાહી કરી કે આગામી 23થી 27 જુલાઇ દરમિયાન ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ખાસ કરીને વડોદરા, આણંદ, ખેડા સહિતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ ભારે વરસાદ પડશે.  કચ્છમાં પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
ઉત્તર ગુજરાત પણ તરબોળ થશે 
અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું કે 23થી 27 જુલાઇ દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા જિલ્લાના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડશે જ્યારે પંચમહાલના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદ પડશે. આ જ સમયગાળામાં  દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને આહવાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.
રાજ્યની નદીઓ અને ડેમ છલકાઇ જવાની સંભાવના
વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જેથી રાજ્યની નદીઓ અને ડેમ છલકાઇ જવાની સંભાવના છે. ઉત્તર ભારત અને મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડશે જેની અસર પણ ગુજરાતમાં જોવા મળશે.
આ સાથે હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે

Advertisement

Tags :
Advertisement

.