ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરાષ્ટ્ર-કચ્છમાં પાકોને બચાવવા ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી અપાશે : ઊર્જામંત્રી Kanubhai Desai

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાકોને બચાવવા ખેડૂતલક્ષી નિર્ણય ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી અપાશે : ઊર્જામંત્રી Kanubhai Desai ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ (Energy Minister Kanubhai Desai) જણાવ્યું છે કે, કિસાનોનાં હિતને...
06:30 PM Sep 25, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્ત્વપૂર્ણ નિર્ણય
  2. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં પાકોને બચાવવા ખેડૂતલક્ષી નિર્ણય
  3. ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી અપાશે : ઊર્જામંત્રી Kanubhai Desai

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ (Energy Minister Kanubhai Desai) જણાવ્યું છે કે, કિસાનોનાં હિતને વરૈલી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં (Chief Minister Bhupendra Patel) નેતૃત્વવાળી રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) જિલ્લામાં ખેડૂતોનાં મગફળી તેમ જ અન્ય ઊભા પાકોને બચાવવા ખેતી માટે ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી આપવાનો ખેડૂત હિતલક્ષી મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

 આ પણ વાંચો - Gujarat હાઇકોર્ટ ખાતે સુરત જેવા એક કારનામાને અંજામ આપનારા PI પોલીસ બેડામાં હોટ ટોપિક બન્યા

ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી અપાશે : કનુભાઈ દેસાઈ

ઊર્જામંત્રીએ (Kanubhai Desai) ઉમેર્યું કે, સામાન્ય રીતે રાજયમાં ખેતી માટે ખેતીવાડીનાં દરેક ગ્રૂપને એક અઠવાડિયે દિવસે અને બીજા અઠવાડિયે રાત્રેની રોટેશન પદ્ધતિથી દરરોજ નિયમિત સમયસર 8 કલાક વીજળી (Electricity) આપવાનો કાર્યક્રમ અમલમાં છે અને તે રીતે નિર્ધારિત નીતિ મુજબ ખેડૂતોને કૃષિ વિષયક વીજળી માટે સામાન્ય પરિસ્થિતીમાં પ્રતિ દિન સરેરાશ 8 કલાક વીજળી રોટેશનથી આપવામાં આવતી હોય છે. જો કે, સૌર ઉત્પાદનને અનુલક્ષીને હાલમાં ખેતીવાડી ક્ષેત્રે લગભગ 75% થી વધુ સપ્લાય દિવસ દરમિયાન આપવામાં આવે છે. રાજ્યના આશરે 20.10 લાખ ખેતીવાડી ગ્રાહકો પૈકી આશરે 16.01 લાખ ગ્રાહકોને દિવસ દરમિયાન (એટલે કે સવારે 5 કલાકેથી રાત્રે 9 કલાકમાં) ખેતી વિષયક વીજળી પૂરી પાડવામાં આવે છે.

'આ નિર્ણયથી ખેડૂતોનાં ઊભા પાકને જીવતદાન મળ્યું છે'

તેમણે ઉમેર્યું કે, વરસાદ ખેંચાતો હોય અથવા ઊભા પાકને બચાવવું જરૂરી જણાય તેવા વિવિધ સંજોગોમાં તેમ જ ઋતુ પ્રમાણેનાં ડાંગર, જીરું જેવા પાકને બચાવવા માટે જરૂરિયાત પ્રમાણે કૃષિ વીજ ગ્રાહકોને પ્રતિદિન સરેરાશ 8 કલાક ઉપરાંત વધારાનાં કલાકો માટે વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. હાલમાં, રાજ્યમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છ (Kutch) વિસ્તારનાં PGVCL નાં વિજ વિતરણ ક્ષેત્ર હેઠળ આવતા જામ જોધપુર (Jam Jodhpur), લાલપુર, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોલ, માળિયા હટીનાં તાલુકામાં તેમ જ કચ્છ જિલ્લામાં મગફળી તેમ જ અન્ય પાકોને બચાવવાના હેતુથી ખેતી માટે ખેતીવાડીનાં દરેક ગ્રૂપને 10 કલાક વીજળી આપવા અમલવારી કરવાની સૂચના ડિસ્કોમને આપી દેવામાં આવી છે, જેનાથી ખેડૂતોનાં મહામૂલા ઊભા પાકને જીવતદાન મળ્યું છે.

 આ પણ વાંચો - Surat : મેઘાની તોફાની બેટિંગ! ઉધના, વેસુ, જૂની RTO રોડ પર ઘૂંટણસમા પાણી!

મંત્રી દેસાઈએ (Kanubhai Desai) ઉમેર્યું કે, તા. 27.08. 2024 ના રોજ PGVCL ની મહત્તમ વીજ માંગ 3147 મેગાવોટ અને વીજ વપરાશ 55 મિલિયન યુનિટ્સ હતો, જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 9035 મેગાવોટ અને 154 મિલિયન યુનિટ્સ નોંધાયેલ છે. જે દર્શાવે છે કે PGVCL ની વીજ માંગમાં ઘણો વધારો થયેલ છે. એ જ રીતે PGVCL ની ખેતીવાડી ક્ષેત્રની મહત્તમ વીજ માંગ 187 મેગાવોટ અને વીજ વપરાશ 03 મિલિયન યુનિટ્સ હતો, જે હાલમાં તા. 23.09. 2024 ના રોજ વધીને અનુક્રમે 5820 મેગાવોટ અને 55 મિલિયન યુનિટ્સ નોંધાયેલ છે. જે PGVCL ની ખેતીવાડી ક્ષેત્રની વીજ માંગમાં થયેલ વધારો દર્શાવે છે.

રાજ્યની મહત્તમ વીજ માગ વધીને 493 મિલિયન યુનિટ્સ નોંધાયેલ છે : કનુભાઈ દેસાઈ

તા. 27.08.2024 ના રોજ રાજ્યની મહત્તમ વીજ (Electricity) માંગ 12157 મેગાવોટ અને વીજ વપરાશ 269 મિલિયન યુનિટ્સ હતો, જે હાલમાં તા. 23.09.2024 ના રોજ વધીને અનુક્રમે 24205 મેગાવોટ અને 493 મિલિયન યુનિટ્સ નોંધાયેલ છે. જે રાજ્યની વીજ માંગમાં થયેલ નોંધપાત્ર વધારો દર્શાવે છે. ઊભા પાક્ને બચાવવા જરૂરી જણાય ત્યારે મોંઘા ભાવનાં ગેસ એક્મોમાંથી, કેન્દ્રીય ક્ષેત્રનાં જનરેટિંગ સ્ટેશન, એક્સચેન્જ અને રિયલ ટાઇમ માર્કેટમાંથી મોંઘા ભાવે વીજળીની ખરીદી કરીને પણ ખેતીવાડી ક્ષેત્રે 10 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ છે.

 આ પણ વાંચો - Ahmedabad : વક્ફની જેમ હિન્દુ બોર્ડ પણ હોવું જોઈએ : મહંત પરમાત્માનંદજી સરસ્વતી

Tags :
Agricultural SectorChief Minister Bhupendra PatelcropsElectricityEnergy Minister Kanubhai DesaigroundnutGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJam Jodhpurkanubhai desaiKutchLALPurLatest Gujarati NewsManavdarPGVCLSaurashtra
Next Article
Home Shorts Stories Videos