Gujarat: વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ અંબાલાલે ફરી એક મોટી આગાહી કરી દીધી, સપ્ટેમ્બરમાં આવશે...
- સપ્ટેમ્બરના શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
- અબાંલાલ પટેલે કરી આગામી વરસાદની આગાહી
- ગુજરાતને ફરી વધુ એક વરસાદી સિસ્ટમ ધમરોળશે તેવી આગાહી
Gujarat: ગુજરાત માટે 2024 ઘણું અઘરૂં રહ્યું છે. ગરમી પણ એટલી પણ પડી અને ત્યાર બાદ વરસાદ પણ ભારે થયો છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ પહેલા ગુજરાત (Gujarat) પર વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી. જેને લઈને અત્યારે મહત્વની સમાચાર સામે આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે. અંબાલાલના કહ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો, ગુજરાતમાં સર્જાયેલ વાવઝોડાનો ખતરો ટળ્યી ગયો છે.
આ પણ વાંચો: Jamnagar: ડીડીઓની સામે જ યુવકે ફિનાઈલ ગટગટાવ્યું, યુવક બોલતો રહ્યો અને અધિકારીઓ માત્ર...
વધુ એક વરસાદી સિસ્ટમ ગુજરાતને ધમરોળશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત (Gujarat)ના કચ્છમાં સક્રિય થયેલ વાવઝોડું ઓમાન તરફ ફંટાયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, વાવાઝોડાનું જોર ઘટતા ગુજરાત માટે આ રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાનો ખતરો તો ટળી ગયો છે, પરંતું ગુજરાતને ફરી વધુ એક વરસાદી સિસ્ટમ ધમરોળશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યાં પ્રમાણે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે, જેના કારણે ભારે વરસાદ થવાની સંભાવનાઓ વર્તાઈ રહીં છે.
આ પણ વાંચો: Gondal: અનિડા ગ્રામજનોએ વીજ કચેરીમાં કર્યો હલ્લાબોલ, લગાવ્યા ‘PGVCL હાય હાય’ના નારા
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે, 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હજી વરસાદનું જોર ઘટ્યું નથી કરાણ કે, આગામી મહિનામાં પણ વરસાદ ગુજરાતને જલબંબાકાર કરવા માટે તૈયાર જ બેઠો છે.
આ પણ વાંચો: Ahmedabad જિલ્લાને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહત્વનો હાઇવે કરાયો બંધ, જાણો ડાયવર્ઝનનો રૂટ