Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગિરનારની તળેટીમાં સાધુ સંતોની સેવા માટે ચાલે છે આ અનોખું અન્નક્ષેત્ર, વાંચો અહેવાલ

અહેવાલ -  સાગર ઠાકર  જૂનાગઢની ગિરનાર તળેટીમાં બારે માસ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે, પરંતુ મહાશિવરાત્રી અને ગિરનારની પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોની સાથે સાધુ સંતો પણ આ ધાર્મિક ઉત્સવમાં જોડાય છે. સંસારીઓ માટે તો અનેક અન્નક્ષેત્ર હોય છે, પરંતુ સાધુ...
ગિરનારની તળેટીમાં સાધુ સંતોની સેવા માટે ચાલે છે આ અનોખું અન્નક્ષેત્ર  વાંચો અહેવાલ

અહેવાલ -  સાગર ઠાકર 

Advertisement

જૂનાગઢની ગિરનાર તળેટીમાં બારે માસ અન્નક્ષેત્રો ધમધમતા હોય છે, પરંતુ મહાશિવરાત્રી અને ગિરનારની પરિક્રમા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોની સાથે સાધુ સંતો પણ આ ધાર્મિક ઉત્સવમાં જોડાય છે. સંસારીઓ માટે તો અનેક અન્નક્ષેત્ર હોય છે, પરંતુ સાધુ સંતો માટે કોઈ અન્નક્ષેત્ર નથી. તેથી ગિરનાર તળેટીમાં ચાલે છે સાધુ સંતો માટેનું ખાસ એક અનોખું અન્નક્ષેત્ર કે જ્યાં સાધુ સંતોને ટેબલ ખુરશી પર બેસાડીને વિવિધ ભારતીય વાનગીઓ પિરસવામાં આવે છે.

Image preview

Advertisement

ભગવાન ગુરૂ દત્તાત્રેયના પરમ ભક્ત સંતશ્રી પુનિતાચાર્યજીની પ્રેરણાથી તેમના શિષ્યા મહામંડલેશ્વર શૈલજા દેવીજી દ્વારા ગિરનાર તળેટીમાં માત્ર સાધુ સંતો માટે સંત પ્રસાદમ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. જ્યાં સાધુ સંતોને વિવિધ ભારતીય વાનગીઓ પીરસવામાં આવે છે, આ અન્નક્ષેત્રમાં સાધુ સંતો પંજાબી, સાઉથ ઈન્ડીયન જેવી વિવિધ ભારતીય વાનગીઓ જમે છે. સાધુ સંતોની સેવા હેતુ સાધુ સંતો પણ ટેબલ ખુરશી પર બેસીને વિવિધ વાનગી જમે તેવા હેતુસર આ સેવા કરવામાં આવે છે, આ સંત પ્રસાદમમાં સાધુ સંતોને ભારતીય વાનગીઓનો રસથાળ મળે છે.

Image preview

Advertisement

સંત પુનિતાચાર્યજીના શિષ્યા મહામંડલેશ્વર શૈલજાદેવીજી દ્વારા સંત પ્રસાદમ અન્નક્ષેત્રની શરૂઆત કરવામાં આવી છે. તેમનું માનવું છે કે લોકો વિવિધ ભાત ભાતના ભોજનનો સ્વાદ માણતા હોય છે. ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રી અને પરિક્રમાના બે મોટા ધાર્મિક ઉત્સવ ઉજવાય છે અને આ બન્ને ઉત્સવોમાં સાધુ સંતોની મહત્વની ભૂમિકા છે અને સાધુ સંતો થકી જ આ બન્ને ઉત્સવો લોકો માણે છે. ત્યારે સાધુ સંતો માટે પણ કાંઈક વિશેષ વ્યવસ્થા હોય અને તેમને પણ વિવિધ ભારતીય વાનગીઓ જમવા મળે તેવા હેતુથી તેમણે માત્ર સાધુ સંતો માટે સંત પ્રસાદમ અન્નક્ષેત્ર શરૂ કર્યું છે, જ્યાં પરિક્રમા દરમિયાન આવતાં સાધુ સંતોને ભાવપૂર્વક જમાડવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે.

આ પણ વાંચો -- GONDAL : જામવાડી ગામ નજીક અજાણી મહિલાની લાશ મળી આવી, તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

Tags :
Advertisement

.