Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી આ શખ્સે યુવતીને કરી બદનામ, જાણો પૂરી વિગત

અહેવાલ - આનંદ પટણી હાલના નવયુવાનોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાનો જેટલો ફાયદો છે એટલો જ ગેરફાયદો પણ છે. સોશીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ફરીયાદીના નામથી અલગ અલગ ફેક એકાઉન્ટો બનાવી તેના પ્રોફાઇલમાં ફરીયાદીના ફોટોગ્રાફ મુકી ચારિત્ર બાબતે તેઓના...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી આ શખ્સે યુવતીને કરી બદનામ  જાણો પૂરી વિગત

અહેવાલ - આનંદ પટણી

Advertisement

હાલના નવયુવાનોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાનો જેટલો ફાયદો છે એટલો જ ગેરફાયદો પણ છે. સોશીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં ફરીયાદીના નામથી અલગ અલગ ફેક એકાઉન્ટો બનાવી તેના પ્રોફાઇલમાં ફરીયાદીના ફોટોગ્રાફ મુકી ચારિત્ર બાબતે તેઓના સગાસંબંધી તથા ફ્રેન્ડસર્કલમાં મેસેજો કરી ફરીયાદીને બદનામ કરનાર આરોપીને સુરત સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

આજકાલ જે પણ યુવાનોને જુઓ તે સોશિયલ મીડિયા સતત રચ્યા પચ્યા જોવા મળે છે. યુવાનોને આજે સોશિયલ મીડિયાનું રીતસરનું ઘેલું લાગ્યું છે. મોટાભાગના યુવાનો સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ કરે છે તો કેટલાક યુવાનો તેનો દુરુપયોગ કરે છે. યુવાનો સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોને બદનામ કરવા માટે કરતા હોય છે. તેમાં પણ ખાસ કરીને યુવતીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

Advertisement

સુરત શહેરમાં પણ એક યુવતીને સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે એક યુવક દ્વારા ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અંગેની ફરીયાદ સાયબર ક્રાઇમમાં આવતા સાયબર ક્રાઇમ દ્વારા સમગ્ર કેસમાં તપાસ કરી આરોપીને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. ઘટનાની સમગ્ર વિગત પર એક નજર નાખીએ તો આ આરોપીએ ગઇ તા.08/06/2023 થી તા.09/06/2023 દરમિયાન ઇન્ટાગ્રામ ઉપર ફરીયાદીના નામના અલગ અલગ ફેક એકાઉન્ટો બનાવી તેના પ્રોફાઇલ પીકચરમાં ફરીયાદી તથા તેના ફિયોન્સેનો ફોટોગ્રાફ મુકી તેમાંથી ફરીયાદી ભાભીને મેસેજો કર્યા હતા.

તેમજ ફરીયાદીના સગા સંબંધી તથા ફ્રેન્ડ સર્કલને ફરીયાદીના ચારિત્ર બાબતેના ખોટા મેસેજો કરી ફરીયાદીને બદનામ કરી રહ્યો હતો. જેની ફરિયાદ મળ્યા બાદ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ગુન્હાને ધ્યાને લઇ ટેકનીકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સાગર પીંડારીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : ગુજરાતમાં બાળકોને બાઈક આપતા માતા-પિતા ચેતજો, સ્ટંટબાજ બાળકો સાથે પરિવાર પણ એટલો જ જવાબદાર બનશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.