Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઇડરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઘર્ષણ બાદ પોલીસની ફોજ ખડકી દેવાઈ

Idar News : ઇડરના ટાવરથી બસ સ્ટેશન (bus station) સુધીના મુખ્યમાર્ગ ઉપર લારી-ગલ્લાવાળા, શાકભાજી, ફ્રૂટ, ખાણીપીણી સહીતના અન્ય ધંધા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે બીજી બાજુ ઇડર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ ઝુંબેશ (pressure campaign) શરૂ કરાઈ છે....
ઇડરમાં દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ઘર્ષણ બાદ પોલીસની ફોજ ખડકી દેવાઈ
Advertisement

Idar News : ઇડરના ટાવરથી બસ સ્ટેશન (bus station) સુધીના મુખ્યમાર્ગ ઉપર લારી-ગલ્લાવાળા, શાકભાજી, ફ્રૂટ, ખાણીપીણી સહીતના અન્ય ધંધા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે બીજી બાજુ ઇડર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ ઝુંબેશ (pressure campaign) શરૂ કરાઈ છે. જેથી દબાણ દુર કરવાની કામગીરી દરમ્યાન કેટલાક મુદ્દે વેપારીઓ, નગરપાલિકા અને પોલીસ (Police) વચ્ચે સંઘર્ષ થઈ રહયુ છે. ત્યારે નાના વેપારીઓએ તંત્ર દ્વારા કનડગત થતી હોવાના આક્ષેપ સાથે ગુરૂવારે ફક્ત પાંચ વેપારીઓએ ઈડર પ્રાંત કચેરીમાં જઈ આવેદનપત્ર આપ્યુ હતું તે પાછળનું કારણ એ છે કે કાયદો અને વ્યવસ્થા જોખમાય નહીં તે આશયથી પોલીસે (Police) મૌન રેલીને મંજુરી આપી ન હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી ઈડરમાં દબાણ હટાવ ઝુંબેશને લઈને જાણે આખુ શહેર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ હોય તેમ લાગતુ હતુ.

આ અંગે મળતી માહિતી મુજબ ઇડર નગરપાલિકા દ્વારા છેલ્લા ચારેક દિવસથી નગરપાલિકાથી બસ સ્ટેશન અને તિરંગા સર્કલથી સત્યચોકડી તેમજ વલાસણા રોડ ઉપર વર્ષોથી લારી-ગલ્લા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે કેટલાક પરિવારો તો એવા છે કે દિવસે મહેનત કરે તો સાંજે રોટલો મળે છે. બીજી બાજુ લારીઓ લોન પર લેનાર પરિવારો પણ છે પરંતુ ત્રણ-ચાર દિવસથી તેમના ધંધા બંધ જેવા છે. જેથી લોનના હપ્તા ભરવા પણ ભરી શકે તેમ નથી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે શહેરના નાના-મોટા લારી-ગલ્લા અને પાથરાણા વેપારીઓ ગુરૂવારે શાકમાર્કેટ પાસેના ઇડર નગરપાલિકા કોમ્પ્લેક્ષ નજીક એકત્ર થયા હતા જ્યાંથી દબાણ હટાવ ઝુંબેશના વિરોધમાં કાળીપટ્ટી ધારણ કરી ઇડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું હતુ.

Advertisement

દરમિયાન સ્થાનિક પોલીસ તંત્રએ વેપારીઓ સાથે વાતચીત કરી કે તમારે આવેદનપત્ર આપવું હોય તો માત્ર પાંચ વેપારીઓ આવેદનપત્ર આપી દો, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ત્યારબાદ પાંચ વેપારીઓએ કનગડત કરવામાં ન આવે અને શહેરના ટ્રાફિકને અડચણ રૂપ ના થાય તેવી રીતે લારી-ગલ્લા અને પાથરણા ધંધા ચાલુ રાખવા આવેદનપત્રમાં અરજ કરવામાં આવી હતી.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો - ઇડરમાં દબાણો દુર કરાતાં બસ સ્ટેશન સુધીનો વિસ્તાર સૂમસામ બન્યો

Tags :
Advertisement

.

×