Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બુટલેગરનો પોલીસને પડકાર : પીવો, મોજથી દારૂ ! કોઈ રોકે તો મારુ નામ દઈ દેજો !

ભાયાવદર પંથકના અરણી ગામથી ખીરસરા ગામના રોડ પર બેરોકટોક વિલાયતી શરાબને વેપલો કરતાં બુટલેગરે પોલીસને પણ પડકાર ફેંક્યો છે. પ્યાસીઓની બીક ઉડાવતો આ બુટલેગર કહે છે કે ડર વગર દારૂ પીઓ અને લઈ જાઓ, જો કોઈ રોકે તો મારુ નામ...
07:21 PM Jun 09, 2023 IST | Hardik Shah

ભાયાવદર પંથકના અરણી ગામથી ખીરસરા ગામના રોડ પર બેરોકટોક વિલાયતી શરાબને વેપલો કરતાં બુટલેગરે પોલીસને પણ પડકાર ફેંક્યો છે. પ્યાસીઓની બીક ઉડાવતો આ બુટલેગર કહે છે કે ડર વગર દારૂ પીઓ અને લઈ જાઓ, જો કોઈ રોકે તો મારુ નામ આપી દેજો ! ત્યારે કેટલી હદે આ બુટલેગરે પોલીસને બાંધી લીધાનું સાબિત થઈ રહ્યું છે તે કહેવું જરૂરી નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ તપાસ કરતાં વિગતો કઈક આવી મળી હતી. ભાયાવદરના અરણી ગામથી ખીરસરા રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલની બાજુમાં બે થી ત્રણ ઓરડી બનાવવામાં આવી છે એ ઓરડીની અંદર વિદેશી દારૂની બેફામ હેરાફેરી થઈ રહી છે

તે કહે છે કે વિદેશી દારૂ ખરીદ કરવા આવતા લોકોને ડરવાની જરૂર નથી અને જો કોઈ પોલીસ રોકે તો મારું નામ દઈ દેવાનું અને મારા મોબાઈલ નંબર લખી લ્યો એવો વીડિયોમાં કહેતો આ કમલેશ ભારાઈ નામના બુટલેગર સુધી રાજકોટ જિલ્લા પોલીસ વડા પહોંચશે કે કેમ ? તેવા જાગૃત લોકોમાં સવાલો પેદા થયા છે. જાગૃતો કહે છે કે, શું આ બુટલેગર ભાયાવદર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને મસમોટો આર્થિક નૈવેધ પહોંચાડે છે કે શું ? અને તો જ આવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચી અને કહી રહ્યો છે આ વિસ્તારમાં કોઈ રોકે તો મારી સાથે વાત કરાવી દેવાની અને ગમે ત્યાં જો દારૂ પીવો હોય તો પણ નિરાંતે બેસીને પીવાનો એવું કહે છે !

સવાલ એ ઊભો થયો છે કે આ બુટલેગરને રાજકીય અને પોલીસ તંત્રનો ગજબનો સાથ અને સહકાર હોય તો જ આવી રીતે દારૂનો વેપલો શક્ય બની શકે બાકી શક્ય નથી. ત્યારે આ બુટલેગર સુધી પહોંચીને ઊંડી તપાસ કરવામાં આવે તો અનેક કડાકા-ભડાકા થવાની સંભાવના નકારી શકાતી નથી તેવું જાણકારોનું માનવું છે.

આ પણ વાંચો – માળીયા(મી) ના જસાપર ગામના ગુમ આધેડ ૧૭૮૦ કિમી દૂર હિમાચલ પ્રદેશથી મળી આવ્યા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - હરેશ ભાવલીયા

Tags :
AlcoholBootleggerbootlegger challengeddrinkJetpur Newspolice
Next Article