Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda: હેવાન શિક્ષકે શિક્ષણને કર્યું શર્મશાર, વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા

ખેડાના કઠલાલ તાલુકામાં શિક્ષકની સામે આવી હેવાનિયત 9 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા મચી ચકચાર સમગ્ર મામલે ગુનો નોંધી કઠલાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી Kheda: ભારતમાં અત્યારે મહિલાઓ સાથે છેડતીના અનેક બનાવો સામે આવ્યાં છે. ગુજરાતમાં પણ અત્યારે...
kheda  હેવાન શિક્ષકે શિક્ષણને કર્યું શર્મશાર  વિદ્યાર્થિની સાથે કર્યા શારીરિક અડપલા
  1. ખેડાના કઠલાલ તાલુકામાં શિક્ષકની સામે આવી હેવાનિયત
  2. 9 વર્ષની વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા મચી ચકચાર
  3. સમગ્ર મામલે ગુનો નોંધી કઠલાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી

Kheda: ભારતમાં અત્યારે મહિલાઓ સાથે છેડતીના અનેક બનાવો સામે આવ્યાં છે. ગુજરાતમાં પણ અત્યારે આવા બનાવો સામે આવી રહ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો, ખેડાના કઠલાલ તાલુકામાં શિક્ષકની હેવાનીયત સામે આવી છે. ધોરણ 4માં ભણતી 9 વર્ષની કિશો સાથે શારીરિક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch: પતિની પ્રેમિકાએ કહ્યું - ‘તું તારા ભાયડાને ભૂલી જા, એ મારો છે’, પરિણીતાએ ન્યાયનો દ્વાર ખખડાવ્યો

Advertisement

પોલીસે આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલીની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો અત્યારે કઠલાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. કઠલાલ પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તરઅલીની ધરપકડ કરી લીધી છે. મળતી જાણકારી પ્રમાણે 50 વર્ષીય વિધર્મી શિક્ષકે 9 વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોની સાથે હિન્દુ ધર્મ સેનાના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ લોકોએ પોલીસ સ્ટેશન જઈને કાયદેસની કાર્યવાહી કરવામાં માટે અપીલ કરી છે.

આ પણ વાંચો: માધવપુરા સટ્ટાકાંડમાં Red Corner Notice થકી ડીલક્ષ પકડાયો, દુબઈમાં છે હજુ અન્ય આરોપીઓ

Advertisement

હેવાન શિક્ષકે માતા-પિતાનો વિશ્વાસ ડગાવ્યો!

વધારે વિગતે વાત કરલામાં આવે તો, નરાધમ શિક્ષકને નોકરીમાંથી બળ તરફ કરવા અને તેનું ઘર તોડી પાડવા માટે માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, માતા-પિતા પોતાના બાળકોને શાળાએ ભણવા માટે મોકલે છે અને તેના માટે શાળાના શિક્ષકો પર વિશ્વાસ હોય છે, પરંતુ આવા શિક્ષકો જ્યારે માસૂમ બાળકીઓ સાથે આવી હરકતો કરે છે ત્યારે દરેક માતા-પિતા માટે એક પ્રશ્ન બની જાય છે કે, પોતાના બાળકોને શાળાએ કોના ભરોસે મુકવા? કારણે કે, માતા-પિતા આખો દિવસ તો પોતાના બાળકોની સંભાળ રાખી શકવાના નથી. આવા હેવાન શિક્ષકોના કારણે ઘણીવાર સજ્જન શિક્ષકોને પણ હેરાનગતિનો સામનો કરવો પડતો હોય છે.

આ પણ વાંચો: સરખેજ ભારતી આશ્રમ વિવાદ મુદ્દે હરિહરાનંદે જાહેર કરી નોટિસ

Tags :
Advertisement

.