Tapi: સોનગઢ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ
Tapi: તાપી જિલ્લાના સોનગઢ ખાતે વનવિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી ‘એક પેડ માં કે નામ’ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજિત 7 હજાર જેટલા વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) તેમજ રાજ્યના વનવિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મહત્વની વાત એ છે, આ દરમિયાન અગ્નિવીરને પ્રાધાન્ય આપવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાન દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત છોડ વાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો
નોંધનીય છે કે, તાપીના સોનગઢ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)ની હાજરીમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતા. જેમાં હજારો રોપાઓનું રોપણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આ કાર્યક્રમનું ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલ ટ્વીટ અંગે માહિતી પણ આપવામાં આવી હતી. રાજ્યમાં SRP સહિતની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવામાં આવશે જે અંગે ગૃહ પ્રધાને પ્રતિક્રિયા આપી હતી. જાણકારી પ્રમાણે આગામી દિવસોમાં જીઆર બહાર પાડવામાં આવશે.
રાજ્યના તમામ યુવકો વતી મુખ્યમંત્રીનો આભાર માન્યો
મહત્વની વાત એ છે કે, આ દરમિયાન રાજ્યમાં SRP અને અન્ય ફોર્સમાં જગ્યા રાખવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ યુવકો વતી રાજ્યના મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો હતો. નોંધનીય છે કે, આ દરમિયાન તાપી (Tapi) જિલ્લાના સોનગઢ ગામના સમગ્ર ગ્રામજનો એક્ઠા થયા હતા અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગામના લોકોએ પોતાના ગામની જમીન પર હજારોની સંખ્યામાં આજે વૃક્ષારોપણ કર્યું છે. સ્વાભાવિક છે કે, ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરવું ખુબ જ ફાયદાકારક હોય છે.