Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: સિસ્ટમ સક્રિય થતા આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આગાહી

સાક્લોનીક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થતા થશે વરસાદ 23 અને 24 ઓગસ્ટે વરસાદની કરવામાં આવી આગાહી હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી Heavy Rains Gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદ થયો નથી, જેથી રાજ્યના લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે....
10:12 AM Aug 22, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat
  1. સાક્લોનીક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થતા થશે વરસાદ
  2. 23 અને 24 ઓગસ્ટે વરસાદની કરવામાં આવી આગાહી
  3. હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી

Heavy Rains Gujarat: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદ થયો નથી, જેથી રાજ્યના લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. વિગતે વાત કરવામાં આવે તો, અત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી આપી છે. ગુજરાત (Gujarat)માં અત્યારે એક સાક્લોનીક સકર્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. આગામી થોડા સમયમાં સારો વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, હવામાન વિભાગ સાથે સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 24 અને 25 તારીખે પણ વરસાદની આગાહી કરી

વિગતે વાત કરવામાં આવે તો, રાજ્ય (Gujarat)ના કેટલાક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદની આગહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, વલસાડ. નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, 23 તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, 23 તારીકે નર્મદા, ભરૂચ, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે 24 અને 25 તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

લાંબા સમય બાદ રાજ્યમાં આવશે ભારે વરસાદ

નોંધનીય છે કે, 24 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં વરસાદની આગાહી છે. તો 25 તારીખની વાત કરવામાં આવે તો, ખેડા, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં પણ 26 અને 27 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત

આ પણ વાંચો: Ahmedabad : સંતો-મહંતો, સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ધર્મસત્તાને દબાવી..!

આ પણ વાંચો: PM Modi in Poland : PM મોદીએ જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સ્મારકે પાઠવી શ્રદ્ધાંજલિ, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત

Tags :
Ambalal PatelAmbalal Patel Gujarat Weather ForecastAmbalal Patel predictedGujaratGujarat Heavy rainsGujarati Newsheavy rainRAIN UPDATEVimal Prajapati
Next Article