Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંબાજી એસટી ડેપોમાં સ્વચ્છતા શ્રમ રથ આવી પહોંચ્યો, સ્વચ્છતાના મેસેજ આપશે

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે ત્યારે અંબાજી એસટી ડેપો ગુજરાતનો સૌથી છેલ્લો બોર્ડર પર આવેલો એસટી બસ ડેપો છે. ભાદરવી મેળામાં પણ માઈ ભક્તો મોટી...
અંબાજી એસટી ડેપોમાં સ્વચ્છતા શ્રમ રથ આવી પહોંચ્યો  સ્વચ્છતાના મેસેજ આપશે

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

શક્તિપીઠ અંબાજી દેશનું સૌથી મોટું શક્તિપીઠ છે. આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાનાર છે ત્યારે અંબાજી એસટી ડેપો ગુજરાતનો સૌથી છેલ્લો બોર્ડર પર આવેલો એસટી બસ ડેપો છે. ભાદરવી મેળામાં પણ માઈ ભક્તો મોટી સંખ્યામાં એસટી બસ દ્વારા મુસાફરી કરતા હોય છે અને એસટી ડેપોમાં અને બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં ગંદકી ન થાય અને સ્વચ્છતા અભિયાન સફળ થાય તે માટે બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા આજે શ્રમ રથ શરૂ કરાયો હતો.

સ્વચ્છતાનો મેસેજ

અંબાજી ખાતે શ્રમ રથ આવી પહોંચતા અંબાજી એસટી ડેપોમાં એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો મોટી સંખ્યામાં લોકો એસટી વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ સહિત લોકોએ શ્રમ રથ અને શ્રમ રથ દ્વારા શેરી નાટક નિહાળ્યું હતું. આ શ્રમ રથ બનાસકાંઠાના તમામ એસટી ડેપોમાં અને તમામ કંટ્રોલ પોઇન્ટ અને જ્યાં વધુ લોકો એકઠા થાય ત્યાં રથ પહોંચીને શેરી નાટક ભજવીને લોકોને સ્વચ્છતાનો મેસેજ આપશે.

Advertisement

સ્વચ્છતાની પ્રતિજ્ઞા

આવનારા ભાદરવી મહામેળામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે આવનાર છે અને એસટી ડેપોમાં પહોંચી અને ગંદકી ન ફેલાવે અને સ્વચ્છતા અભિયાન સફળ બનાવે તે માટે એસટી વિભાગ દ્વારા બનાસકાંઠા વિભાગીય નિયામક અને અંબાજી એસટી ડેપો મેનેજર સહિત અંબાજીના અગ્રણીઓ, ગ્રામજનો અને મુસાફરો દ્વારા શ્રમ રથ અને શેરી નાટક સાંભળીને સ્વચ્છતાના શપથ લીધા હતા અને આવનારા સમયમાં શેરી, મહોલ્લા અને ગામને સ્વચ્છ રાખવાની પણ પ્રતિજ્ઞા લીધી હતી.

જિલ્લામાં ફરશે રથ

અંબાજી એસટી ડેપો મેનેજર રઘુવીરસિંહ ચૌહાણે જણાવ્યું કે, આ શ્રમ રથ બનાસકાંઠા એસટી વિભાગ દ્વારા શરૂ કરાયો છે અને આજે પાલનપુર થી તેને લીલી ઝંડી આપીને આ બનાસકાંઠાના તમામ એસટી ડેપોમાં અને કંટ્રોલ પોઈન્ટ ઉપર જ્યાં લોકો વધુ એકઠા થયા હશે ત્યાં જઈને સ્વચ્છતા નો મેસેજ આપશે અને શેરી નાટક ભજવાશે અને લોકો સ્વચ્છતા તરફ પ્રેરાય અને પોતાના વિસ્તાર ગામને સ્વચ્છ રાખે તે માટે આ રથ જિલ્લામાં ફરનાર છે.

Advertisement

આ પણ વાંચો : ગોંડલની મહિલાઓએ દેશની રક્ષા કરતા 300 સૈનિકોની કલાઇ પર બાંધી રાખડી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.