Surendranagar: ચોરણીયા પાસે સ્કૂલ પ્રવાસની બસને નડ્યો અકસ્માત, 9 વિદ્યાર્થી સહિત બે શિક્ષકને ઘાયલ
- સુરેન્દ્રનગરના ચોરણીયા પાસે બસને નડ્યો અકસ્માત
- મહિસાગરની લીમડી શાળાના વિદ્યાર્થી હતા સવાર
- 9 વિદ્યાર્થી અને બે શિક્ષકને સારવાર માટે ખસેડાયા
Surendranagar: સુરેન્દ્રનગરના ચોરણીયા પાસે સ્કૂલ બસને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે સ્કૂલ પ્રવાસની બસને અકસ્માતમાં 11 લોકો ઘાયલ થયાં છે. સુરેન્દ્રનગરના ચોરણીયા પાસે બસને અકસ્માત નડ્યો છે. મહિસાગરની લીમડી શાળાના વિદ્યાર્થીઓ સવાર હોવાનું પણ સામે આવ્યું છે. 9 વિદ્યાર્થી સહિત બે શિક્ષકને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: રાજ્ય સરકારના મંત્રીના પુત્રોએ કરેલી મારામારી મામલે સમાધાન થયું! સૂત્રોએ આપી જાણકારી
9 વિદ્યાર્થી અને બે શિક્ષકને સારવાર માટે ખસેડાયા
મળતી વિગતો પ્રમાણે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ દ્વારકાના પ્રવાસે જઈ રહ્યાં હતા. ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અત્યારે ઘાયલ વિદ્યાર્થીઓને અત્યારે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 9 વિદ્યાર્થીઓ સાથે સાથે 2 શિક્ષકો પણ ઘાયલ થયાં હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત ચોરણીયા પાસે થયો છે. શાળાની વાત કરવામાં આવે તો, મહિસાગરની લીમડી શાળાના વિદ્યાર્થી સવાર હતાં જેમાંથી 9 વિદ્યાર્થીઓ ઘાયલ થયાં છે.
આ પણ વાંચો: સુત્રાપાડા તાલુકાના ગુંદાળા ગામના યુ-ટ્યુબર ‘રોયલ રાજા’ ઊર્ફે દીનેશ સોલંકી પર હુમલો