Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar : કારનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો, પરિવારના 4 લોકોના મોત

Surendranagar : રાજ્યના સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર અકસ્માત (Accident) ના સમાચાપ સામે આવ્યા છે. જેમા 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત (2 died during treatment) થયા હતા તો અન્ય 2 ના સારવાર દરમિયાન મોત થયા હતા....
surendranagar   કારનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો  પરિવારના 4 લોકોના મોત

Surendranagar : રાજ્યના સુરેન્દ્રનગરમાં એક ગમખ્વાર અકસ્માત (Accident) ના સમાચાપ સામે આવ્યા છે. જેમા 4 લોકોના મોત થયા છે. અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત (2 died during treatment) થયા હતા તો અન્ય 2 ના સારવાર દરમિયાન મોત થયા હતા. મળતી માહિતી અનુસાર, આ ચારેય એક જ પરિવારના સભ્યો હતા.

Advertisement

ગમખ્વાર અકસ્માતમાં પરિવારના 4 લોકોના મોત

મળી રહેલી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ધાંગધ્રા-માલવણ હાઇવે (Dhangdhra-Malvan highway in Surendranagar) પર કારનું ટાયર અચાનક ફાટી જતા કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માત (Accident) કેટલો ખતરનાક હશે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આ દુર્ઘટનામાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ ઘટના મોડી રાત્રીની હોવાનું સામે આવ્યું છે. ચારેય મૃતકો એક જ પરિવારના સભ્યો હતા જેઓ અમદાવાદમાં લગ્ન પ્રસંગેથી પરત ફરી રહ્યા હતા. સુત્રોની માનીએ તો જ્યારે આ અકસ્માત થયો ત્યારે ખૂબ જ ભયાનક અવાજ આવ્યો જેને સાંભળી લોકો એકઠા થઇ ગયા હતા અને તેમણે તુરંત જ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દેખાતા 2 લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યારે બે લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટી ચુક્યા હતા.

મૃતકોના નામ

મૃતકોના નામ આ પ્રમાણે છે. (1) યજ્ઞેશભાઇ જાદવ (2) પૂજાબેન જાદવ (3) રાધાબેન જાદવ અને (4) હરેશભાઈ ચાવડા, તમામ ધાંગ્રધ્રાના નિવાસી હતા. એક જ પરિવારના 2 મહિલા અને 2 પુરુષો સહિત કુલ 4 વ્યક્તિઓના મોત થયા શોકની લાગણી ફેલાઈ હતી. અકસ્માતને પગલે ધાંગધ્રા તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઉપલેટા ST Depo મેનેજરને કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો - Gir Somanath News: મહિલા બૂટલેગર પર પોલીસ કર્મીઓ હપ્તો માંગવાની સાથે વારંવાર કરતા દુષ્કર્મ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.