ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત: હીરાની ચમક આપતા રત્નકલાકારોનું જીવન અન્ધકાર મ્ય બન્યું

સુરતમાં હીરાની ચમક આપતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ બગડી છે બે ની જગ્યા એ એક શિફ્ટ શરૂ થતાં રોજગાર ઘટ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.રોજગારી છીનવાતા રત્નકલાકારો આપઘાત સુધીના પગલા ભરી રહ્યા હોવાનું સામે આવ્યું છે..સાત દિવસમાં પાંચ રત્નકલાકારો એ આપઘાત કરતા...
06:09 PM May 03, 2023 IST | Hiren Dave

સુરતમાં હીરાની ચમક આપતા રત્નકલાકારોની આર્થિક સ્થિતિ બગડી છે બે ની જગ્યા એ એક શિફ્ટ શરૂ થતાં રોજગાર ઘટ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.રોજગારી છીનવાતા રત્નકલાકારો આપઘાત સુધીના પગલા ભરી રહ્યા હોવાનું સામે આવ્યું છે..સાત દિવસમાં પાંચ રત્નકલાકારો એ આપઘાત કરતા અન્ય રત્નકલાકારોના જીવ અધ્ધર થયા છે..જ્યારે કેટલા કારીગર ગુનાખોરી તરફ વળ્યા છે.

રોજી રોટીના ભાગ પડતાં કારીગરોની હાલત કફોડી બની
હીરાની ચમક આપતા રત્નકલાકારોનું જીવન અન્ધકાર મ્ય બન્યું છે..રોજી રોટીના ભાગ પડતાં કારીગરો ની હાલત કફોડી બની છે.પહેલા બે પાળી માં ચાલતા હીરા ના કારખાના હવે એક પાળી માં ફેરવાયા છે.જેના કારણે રોજગારી અટવાઈ છે..રત્નકલાકારો ના કહેવા પ્રમાણે 7 દિવસમાં 5 રત્નકલાકારો એ મંદી ને કારણે આપઘાત ના પગલાં ભર્યા,હાલ હીરા ના કારખાનામાં બે પાળી ની જગ્યા એક પાળી ચાલતા પગાર નહિ મળતાં રત્નકલાારો અટવાયા છે,કામ નહિ મળતાં કારીગરો મોટા પ્રમાણ માં વત્ને હિજરત કરવા મજબૂર બન્યા છે જ્યારે કેટલાક રત્નકલાકારો ગુનાખોરી તરફ વળ્યા છે.તો કેટલાક કારીગરો એ વ્યવસાય બદલી નાખવો પડ્યો છે.હીરા ઉદ્યોગમાં માત્ર ઉદ્યોગકારો ની વૃદ્ધિ પરંતુ રત્નકલાકાર ની હાલત દયનીય જેનાથી રત્નકલાકારોમાં નિરાશા છવાઈ છે.રત્નકલાકારો સાથે થતા અન્યાય અંગે થોડા દિવસોમાં CMને પત્ર લખી અથવા તેમને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવશે..

હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ
રત્નકલાકારોના જણાવ્યા પ્રમાણે હાલ હીરા ઉદ્યોગમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.હીરા ગસ્તા કારીગરો નો હાલ બેહાલ થયો હોવાનું માહિતી આપતા રત્નકલાકારે કહ્યું હતું કે સુરતમાં આર્થિક રીતે કંટાળી ગયેલા પાંચ રત્નકલાકારો એ આપઘાત કરતા હીરા ઉદ્યોગમાં કામ કરતા અન્ય રત્નકલાકારો માં પોતાના પરિવાર નું ગુજરાન કઈ રીતે ચાલવવું શું પગલાં લેવું તેવી ચિંતા સતાવી રહી છે.સાથે જ આપઘાત કરનાર રત્નકલાકારો ને આર્થિક સહાય ની પણ માંગ કરવામાં આવી રહી છે.

રત્નકલાકારોમાં આપઘાતના પ્રમાણ વધ્યું
રત્નકલાકારોમાં આપઘાતના પ્રમાણ વધતા હવે કારીગરો લડવાના મૂડમાં આવી ગયા છે..હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી રત્નકલાકારો ને વગર નોતિશે કાઢી મૂકતા તેમની રોજી રોટી છીનવાઈ જતા,તેમના પરિવાર અટવાયા છે. જેથી તેમને આર્થિક રીતે મજબુત કરવા માટે રત્નકલાકારો આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી નવો કાયદો લાવવા ની માંગ કરશે.તેવું જણાવી રહ્યા છે.

આ પણ  વાંચો- ગુજરાતના પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો આજથી પ્રારંભ, વાહન માલિકને SMS થી અપાશે નોટિસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ -રાબિયા સાલેહ સુરત

Tags :
conditiondiamonds was direjewelerpolishedSurat
Next Article