SURAT : RTO માંથી મનગમતો નંબર લેવા માટે સુરતીઓએ ખર્ચી નાખ્યા લાખો રૂપિયા, વાંચો સમગ્ર અહેવાલ
અહેવાલ - આનંદ પટણી, સુરત
સમગ્ર વિશ્વમાં સુરતીઓ મોજમજા માટે જાણીતા છે. વિશ્વમાં સુરતીઓ એક જ એવા છે કે તેઓને જે જોઈએ છે તે મેળવી જ લે છે. મોજ મજા માટે જાણીતા સુરતીઓ પોતાની કાર અથવા બાઈકના નંબર લેવા માટે પણ લાખો રૂપિયા ખર્ચ કરી નાંખતા હોય છે. હાલમાં જ સુરત આરટીઓ દ્વારા નવી સિરીઝ બહાર પાડવામાં આવી તેમાં આરટીઓને 62 લાખથી વધુની આવક થઈ છે. સુરતના લોકો મોજશોખ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવા પણ અચકાતા નથી. ત્યારે સુરત RTO માં મનપસંદગીના નંબર મેળવવા માટે ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટુ-વ્હીલરના નંબરના ઓક્સનમાં 6 લાખ રૂપિયાની તેમજ ફોરવીલરના ઓક્સનમાં RTO ને 62 લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે.
સુરતીઓ મોજ શોખ માટે તો જાણીતા છે. મોજ શોખ પાછળ સુરતીઓ લાખો રૂપિયા ખર્ચી પણ દે છે. ત્યારે સુરતમાં પોતાના મનપસંદ નંબર મેળવવા માટે લોકો લાખો રૂપિયા આપવા માટે પણ અચકાતા નથી. ત્યારે કારની RW સીરીઝમાં પોતાનો પસંદગીનો નંબર મેળવવા માટે કાર માલિકોએ સુરત RTO ની તિજોરીને છલકાવી દીધી હતી. નવરાત્રિના તહેવારમાં વાહનની લે વેચ વધારે થતી હોય છે અને તેને ધ્યાનમાં લઈને વાહન ચાલક પસંદગીનો નંબર મેળવી શકે એટલા માટે સુરત આરટીઓ દ્વારા એક ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ટુ વ્હીલર અને ફોર વહીલરની નવી સિરીઝ માટે ઓક્સનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ટુ વહીલરની સીરીઝમાં સુરત આરટીઓને 6 લાખ રૂપિયા જેટલી આવક થઈ છે. આ ઉપરાંત ફોર વહીલરમાં સુરત આરટીઓએ 62 લાખ ઉપરાંતની આવક મેળવી છે.
જેમાં કારના નંબર માટે ધ્રુવ પટેલે પોતાની ફોર્ચ્યુનર કારમાં 1111 નંબર મેળવવા માટે 3,91,000 રૂપિયા ચૂકવ્યા હતા, તો વિનોદ કુમાર નામના વ્યક્તિએ 7777 નંબર મેળવવા માટે 1,74,000 ચૂકવ્યા છે. તો ધ્રુમિલશાહે 9999 નંબર માટે 1,10,000 રૂપિયા ચૂકવ્યા છે. આ ઉપરાંત 0007 1,05,000નંબર રૂપિયા, 1100 નંબર માટે 51,000 રૂપિયા, 1008 નંબર માટે 51,000 રૂપિયા, 0001 નંબર માટે 46,000 રૂપિયા, 0999 નંબર માટે 46,000 રૂપિયા, 2222 નંબર માટે 40,000 રૂપિયા અને 0333 નંબર માટે 40,000 વાહન માલિકી ચૂકવ્યા છે.
આ પણ વાંચો -- Bharuch : કપાસ ભરેલો ટેમ્પો પલટી મારી જતા ઘટના સ્થળે 3ના મોત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે