Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: RTI એક્ટિવિસ્ટો લોકો પાસેથી કરતા હતા ખંડણીની વસૂલાત, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી

સુરતમાં RTI ના નામે લોકો પાસેથી ખંડણીની વસુલાત કરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ત્રણેય ખંડણીખોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
surat  rti એક્ટિવિસ્ટો લોકો પાસેથી કરતા હતા ખંડણીની વસૂલાત  જાણો શું હતી મોડસ ઓપરેન્ડી
Advertisement
  • સુરતમાં RTIના નામે લોકો પાસેથી ખંડણીની વસૂલાત
  • ચોકબજાર પોલીસે ત્રણેય ખંડણીખોરની કરી ધરપકડ
  • ખોટા કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી ખંડણી ઉઘરાવતા

સુરતમાં RTI  (Surat RTI Act misused)  ના નામે લોકો પાસેથી ખંડણીની વસૂલાત કરતા વધુ ત્રણ RTI એક્ટિવિસ્ટ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચોક બજાર પોલીસે ત્રણેય ખંડણીખોરની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ અલગ અલગ ગુન્હા હેઠળ ત્રણેય ખંડણીખોર વિરૂદ્ધ ચોક બજાર પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોડસ ઓપરેન્ડી શું હતી

RTI એક્ટિવિસ્ટો અનીલ શુક્લા, કપીલ પરમાર, ગીરીશ ખુમાણાની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા બાંધકામ બાબતે ફોટા પાડી લોકો પાસેથી તોડ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. ખોટા કેસમાં ફસાવી દેવાનો ડર બતાવી ગેરકાયદેસર ખંડણી ઉઘરાવતા હતા. હાલ પોલીસે (Surat Police) ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસ તપાસમાં હજુ અન્ય કેસ પણ સામે આવવાની શક્યતાઓ છે.

Advertisement

થોડા સમયે પહેલા પણ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

આર.ટી.આઈના (Surat RTI Act misused) નામે લોકો પાસેથી ખંડણી વસુલતા વધુ ત્રણ આરોપીઓની સુરત પોલીસે (Surat Police) ધરપકડ કરી છે.આરોપીઓ વિરુધ લાલગેટ અને મહિધરપુરા પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ જેટલી ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી છે.ધરપકડ કરાયેલા ત્રણ પૈકીનો એક આરોપી વ્યવસાયે ટેલર છે.જે બાંધકામો અંગેની RTI કરી લોકોને બ્લેકમેઇલ કરી ખંડણી વસુલતો હતો.વધુ તપાસ લાલગેટ અને મહિધરપુરા પોલીસે (Surat Police) હાથ ધરી છે.

પાલિકામાં આરટીઆઈ કરી માહિતી માંગવામાં આવતી

સુરતમાં RTI ના (Surat RTI Act misused) નામે લોકોને બ્લેકમેઇલ કરી ખંડણી વસુલ કરતા ખંડણી ખોરો વિરુધ સુરત પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે. ખાનગી માલીકીની મિલકતોની પાલિકામાં RTI કરી માહિતી માંગવામાં આવતી હતી. ત્યારબાદ બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી ખંડણી વસૂલવામાં આવતી હતી.જે ત્રણ ખંડણી ખોરો સામે સુરત પોલીસે અલગ અલગ ગુન્હા નોધી ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Surat: સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનો વિરોધ, બેનર પર બ્લેક સ્પ્રે મારી રોષ વ્યક્ત કર્યો

ખંડણી વસુલતા વધુ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાયા

RTI ના દૂરઉપયોગ કરી ખંડણી વસુલતા વધુ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા 50 લોકો સામે ખંડણી ના ગુના નોંધકામા આવ્યા છે.જ્યાં મહિધરપુરા પોલીસે હેમંત દેસાઈ સામે ત્રણ ગુના દાખલ કરી તેની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાનુસાર,આરોપીએ ગેરકાયદેસર મકાનના નામે 50 હજાર ,જ્યારે બે જરી વેપારી પાસેથી 30 હજાર રૂપિયા પડાવ્યા હતા.જે ફરિયાદના પગલે લાલગેટ પોલીસે બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા.દરજી કામ કરતો શાકિર હુસેન લાખાણી અને સાપ્તાહિક પેપરનો સંચાલક મહંમદ અન્સારી ની ધરપકડ કરવામાં આવી છે.બને એ એક વ્યક્તિ પાસેથી પાંચ લાખ ની માંગ કરી હતી.જ્યાં 1.40 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

આ પણ વાંચોઃ Amreli : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વેપારીનો આપઘાત, સુસાઇડ નોટમાં મોટો ઘટસ્ફોટ!

પોલીસે તપાસ હાથ ધરી

આરોપીઓ દ્વારા આ રીતે કેટલા લોકો પાસેથી RTI ના નામે ખંડણી વસૂલવામાં આવી છે. તે પોલીસ માટે તપાસનો વિષય બની રહે છે.જો કે પોલીસને શંકા છેકે આરોપીઓએ આ રીતે અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા હોય શકે છે.જ્યાં હાલ આ ત્રણેય ઈસમોની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીની પોસ્ટમાં ધર્માંતરણ અંગે મોટો ઘટસ્ફોટ, BJP MLA પર ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×