Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, 5 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂ

અહેવાલ - આનંદ પટની મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે શનિવારે રમતા-રમતા બાળક 5 થી 6 સેન્ટીમીટર લાંબો સ્ક્રૂ કમ ખીલી ગળી જતા મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ હતી. સુરત સિવિલના ઈએનટી વિભાગના ડૉક્ટરે દૂરબીનનો ઉપયોગ કરી ખીલીને બહાર કાઢી બાળકની તકલીફ દૂર કરી...
સુરત   માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો  5 વર્ષનો બાળક રમતા રમતા ગળી ગયો સ્ક્રૂ

અહેવાલ - આનંદ પટની

Advertisement

મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે શનિવારે રમતા-રમતા બાળક 5 થી 6 સેન્ટીમીટર લાંબો સ્ક્રૂ કમ ખીલી ગળી જતા મુખ્ય શ્વાસનળીમાં ફસાઈ હતી. સુરત સિવિલના ઈએનટી વિભાગના ડૉક્ટરે દૂરબીનનો ઉપયોગ કરી ખીલીને બહાર કાઢી બાળકની તકલીફ દૂર કરી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર ખાતે કરજજાડી ગામમાં રહેતો સાજન ગાવીત અને તેની પત્ની ખેત મજૂરી કરે છે. તેમનો પાંચ વર્ષનો પુત્ર ચહલ ઘર બહાર રમતા-રમતા સ્ક્રુ ગળી ગયો હતો. આ અંગે બાળકે તેની માતાને જાણ કરી હતી. જેથી તેની માતા સહિતના પરિવારજનો ગભરાઈ ગયા હતા. દરમિયાન બાળકને ઉલટી થતા સારવાર માટે નંદુરબારની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

Advertisement

જોકે, બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી આવા સંજોગોમાં બાળકને પરિવારજનો તરત તેને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. અને ઈએનટી એટલે કે નાક-કાન-ગળા વિભાગના ડૉક્ટરે તેની સારવાર શરૂ કરી એકસે-રે પડાવ્યો હતો. જેમાં બાળકના ફેફસામાં આવેલી ,xજમણી બાજુની મુખ્ય શ્વાસનળીમાં ફસાયેલો દેખાયો હતો. જેથી શનિવારે મોડી રાત્રે ઈએનટી વિભાગના વડા ડૉ.જૈમીન કોન્ટ્રાક્ટરને જાણ થતા સિવિલના ઓપરેશન થિયેટરમાં દોડી આવ્યા હતા.

ડૉ.કોન્ટ્રાક્ટર, ડૉ.પ્રાચી રોય અને ડૉ.જુછોબેએ બાળકના મોઢામાં દૂરબીન નાખી ફોરશેપ એટલે કે ચીપિયા વડે ને ટેકનીકનો ઉપયોગ કરી ધીરે-ધીરે બહાર કાઢ્યો હતો. ડૉ.પ્રાચી રોયે કહ્યું કે, પાંચ થી છ સેન્ટીમીટર લાંબો સ્ક્રુ હોવાથી બહાર કાઢતા ડૉક્ટરની ટીમને ૩૦ મિનીટ જેટલો | (પ્ર સમય થયો હતો. આ સ્ક્રૂ કાઢવાથી બાળકને શ્વાસમાં પડતી તકલી સહિતની પીડામાંથી કો મુક્તી વા વધારાનાં બિમારી શકે, તેનો પણ | એમ હતું. આ સજાનો પ્રાઇવેટ સિ હોસ્પિટલમાં ૫૦ થી ૭૦ હજારનો ખર્ચ કો થઇ શકે છે પણ સિવિલમાં વિના મુલ્યે વિ સારવાર થતા શ્રમજીવી પરિવારજનોને મોટી બદ રાહત મળતા ખુશી જોવા મળી હતી.

Advertisement

આ પણ વાંચો - શખ્સે La Pino’z Pizza માંથી કર્યો ઓર્ડર, પિઝામાંથી નિકળ્યો મરેલો વંદો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.