Surat: સ્કૂલવાનના ડ્રાઈવરે 5 વર્ષના બાળકને કચડ્યું, ઘટના સ્થળ પર જ થયું મોત
- વાહન રિવર્સ લેતા 5 વર્ષીય બાળકનું મોત થયું
- સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
- સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી ધરપકડ
Surat: સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વિગતે વાત કરવામાં આવે તો, સુરત (Surat) સ્કૂલવાન ચાલકે વાહન રિવર્સ લેતા 5 વર્ષીય બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, બનાવની જાણ થતાની સાથે જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સિંગણપોર પોલીસે સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, એકનો એક દીકરો ગુમાવતા પરિવારજનો અત્યારે શોકમાં ગરકાવ જોવા મળ્યા હતા.
- સુરત સ્કૂલવાન ચાલકે વાહન રિવર્સ લેતા 5 વર્ષીય બાળકને કચડ્યું
- 5 વર્ષીય બાળકનું ઘટના સ્થળ પર જ થયું મોત
- પોલીસે સ્કૂલવાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી ધરપકડ#News #surat #gujarat #LatestNews #Gujaratfirst— Gujarat First (@GujaratFirst) August 8, 2024
આ પણ વાંચો: Narmada: ધારાસભ્યની પોલીસ સાથે જપાજપી, બે આદિવાસી યુવાનોને માર મારવાની ઘટના
સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ આવી
ઘટનાની વાત કરવામાં આવે તો, સિંગણપોર નંદનવન સોસાયટી ખાતે રહેતા પારસભાઈ નારીગરા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમનો 5 વર્ષીય એકનો એક પુત્ર શ્લોક બુધવારે બપોરે સોસાયટીમાં રમતો હતો. આ દરમિયાન શારદા સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાન સોસાયટીમાં આવી હતી. વિદ્યાર્થીઓને લઈને સ્કૂલવાન ચાલક સંજય વાન રિવર્સ લેતો સમગ્ર ઘટના બની હતી. આ ઘટના બનતા ત્યા લોકો દોડી આવ્યા હતા.
આ પણ વાંચો: Ganesh Gondal Case : ગણેશ જાડેજાને હજું પણ જેલમાં રહેવું પડશે! ચાર્જશીટે વધારી મુશ્કેલી
સિંગણપોર પોલીસે સ્કૂલવાનના ડ્રાઈવરની ધરપકડ કરી
ઉલ્લેખનીય છે કે, એકના એક દીકરાનું મોત થતાના પરિવાર સહિત પંથક (Surat)માં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને અત્યારે સુરત (Surat)ની સિંગણપોર પોલીસે અત્યારે સ્કૂલવાનના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. અને આ સાતે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. જેના કારણે પરિવારમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: ‘હર ઘર તિરંગા’ અભિયાનનું રાજ્યભરમાં ભવ્ય આયોજન કરાશે, રમતગમત અને યુવક સેવા મંત્રીએ કરી જાહેરાત