Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી પાડી

વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને રાંદેર વિસ્તારમાંથી પોલીસે (Police) ઝડપી પાડી એક ઓટો રીક્ષા (auto rickshaw), અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ...
surat   વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી પાડી

વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને રાંદેર વિસ્તારમાંથી પોલીસે (Police) ઝડપી પાડી એક ઓટો રીક્ષા (auto rickshaw), અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પુછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો. આમ, રાંદેર પોલીસ (Rander police) ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1 શખ્સ ભંગારનો વેપારી હોવાનું બહાર આવ્યું છે.

Advertisement

સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી. પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા CCTV કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે, કેટલાક શખ્સો 1 ઓટો રીક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. જે મુજબની માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટોરીક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાંઝ ઉર્ફે ઇલિયાસ દભોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા છે. ઓટો રીક્ષાની તપાસ કરતા તેમાંથી 5 થી વધુ અલગ-અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી. જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ-અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

એટલું જ નહીં પુછપરછમાં ઓટો રીક્ષા હાકિંમદિન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં ઓટો રીક્ષા ચાલક હાકિંમદિન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી. જ્યાં ભંગારના વેપારી તારિક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. 4 પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે એક ઓટો રીક્ષા, રોકડા રૂપિયા, ચોરીનો એક મોબાઈલ, ચોરીની 5 બેટરીઓ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

અહેવાલ - આનંદ પટણી

આ પણ વાંચો - ક્રિકેટર Ravindra Jadeja ના પરિવારનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો

Advertisement

આ પણ વાંચો - Gift City : ફૂડ કોર્ટના ઓપનિંગ કાર્યક્રમમાં વેપારીનું પર્સ ચોરી ATMમાંથી રૂ.1.30 લાખ ઉપાડનારા બે ઝડપાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.