Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat News : સુરત સાયબર સંજીવની 2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત

સુરતના ઘોડ દોડ રોડ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સુરત સ્વનિર્ભર શાળા મંડળ અને સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે "સુરત સાયબર સંજીવની -2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યગૃહ મંત્રી અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરની અલગ અલગ...
05:35 PM Sep 03, 2023 IST | Dhruv Parmar

સુરતના ઘોડ દોડ રોડ ખાતે આવેલ ઇન્ડોર સ્ટેડિયમમાં સુરત સ્વનિર્ભર શાળા મંડળ અને સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે "સુરત સાયબર સંજીવની -2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યગૃહ મંત્રી અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરની અલગ અલગ શાળાના અંદાજીત સાત હજાર જેટલા શિક્ષકો સહિત વિધાર્થીઓ હાજર રહ્યા હતા. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તેમજ શહેર પોલીસના સંયુક્ત પ્રયત્ન ઠકી કલાકારો દ્વારા નાટક ભજવી બનતા સાયબર ક્રાઈમના ગુનાઓને અટકાવવા અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પ્રસગે રાજ્યગૃહમંત્રીએ મહત્વનું નીવેદન આપતા જણાવ્યું હતું કે,મોર્ફ કરેલા ફોટો વડે જો મારા રાજ્યની દીકરીઓને બ્લેકબમેલ કરવાનો પ્રયત્ન કરશે તો પોલીસ સંપૂર્ણ જાગૃતતાથી એક ટીમ બનાવી તેવા ગુનેગારોને પકડી પાડી દીકરી અને બહેનોને મદદ કરશે. સમાજના લોકોને મારી અપીલ છે કે આવી દીકરીઓના મોર્ફ કરેલા ફોટો વડે જો કોઈ ટપોરીઓ અથવા દાનવ હેરાન પરેશાન કરતા હોય તો કોઈપણ ચર્ચા કર્યા વિના આવી દીકરીઓને મદદ કરી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી કાર્યવાહી કરવામાં મદદરૂપ બનવું જોઈએ.

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ક્રાઇમના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અસંખ્ય લોકો સાયબર ક્રાઇમના ગુનાઓનો ભોગ બની રહ્યા છે. આવા ગુનાઓમાં સુરત શહેર પોલીસ સતત સાઇબર ક્રાઇમનો ગુનો આચારતા આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ છે. પરંતુ તેની સાથે લોકોએ પણ એટલી જ સજાગ અને સાવચેત રહેવાની જરૂર છે. જે માટે આજરોજ સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને સુરત શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે શહેરના ઘોડદોડ રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમમાં સાયબર ક્રાઈમ સંજીવની 2.0 અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના ઝરદોષ તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા ની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શહેરની અલગ અલગ શાળાના 7000 જેટલા શિક્ષકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. કલાકારો દ્વારા નાટયાત્મક રીતે સ્ટેજ શો કરી બનતા સાઇબર ક્રાઇમના ગુનાઓ અંગે લોકોને અવેરનેસ કરવામાં આવ્યા હતા.જ્યાં કલાકારો દ્વારા કઈ રીતે સાયબર ક્રાઈમના ગુનાઓ બને છે તે અંગેનું સુંદર રીતે નાટયાત્મક પાત્ર રજૂ કરવામાં આવ્યું હતું.જ્યારે બનતા સાયબર ક્રાઇમના ગુનાઓ અંગે શું કરવું અને શું ન કરવું તે અંગેની સમજણ સુરત શહેર પોલીસ દ્વારા આપવામાં આવી હતી.સાયબર ક્રાઈમ સંજીવની 2.0 અવેરનેસ કાર્યક્રમના પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે,પોલીસ અને એજ્યુકેશન વિભાગ આવનારા દિવસોમાં સાથે મળી કામગીરી કરવા જઈ રહ્યું છે.

દુનિયાની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ છે.ટેક્નોલોજીના જમાનામાં તમામ ઉંમરના લોકો ટેકનોલોજીના ઝઝાળમાં ફસાઈને બરબાદ થયા છે.હું બે મદદ માંગવા આવ્યો છું,જેમાં ગુજરાતની દીકરીઓ સોસીયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો અને ચિંતામાં ફસાયેલ વિદ્યાર્થીની મનની વાત કરી શકે તે માટે અપીલ કરવા આવ્યો છું.શાળા-કોલેજના ગેટ પર કોઈ આશાસ્પદ યુવાન ડ્રગ્સ ના દલદલમાં ફસાયો છે,તો સ્થાનિક પોલીસને સંપર્ક કરો,જેથી તેને ડ્રગ્સ ના રવાડે ચઢતા બચાવી શકાય..સામાજિક દુષણની લડાઈમાં આજે આપણે એક પ્રયાસ કરીએ.સાત હજાર શિક્ષકો હજારો વિધાર્થીઓને ભણાવે છે,એક શિક્ષક 100 વિધાર્થીઓને નવી દિશા તરફ લઈ જાય તો 40 લાખ લોકો અવેરનેસ થશે.આજના જમાનામાં કોઈ સગો પણ વિના ગેરેન્ટીએ ઇન્સ્ટન્ટ લોનના નામે રૂપિયા આપતો નથી.આ જાગૃતી તમામ વર્ગના લોકો સુધી પોહચાડવાની છે.

સોસીયલ મીડિયા પર હજારો લાઇક મેળવવા માટે યુવાઓ જીવન બરબાદ કરે છે.મહિલાઓનું જીવન સુધારવું હોય તો શિક્ષકોએ ધોરણ ચારથી વિદ્યાર્થીનેઓને યોગ્ય સમજણ આપવી પડશે.ગૃહમંત્રીએ યુવાઓને સલાહ આપતા જણાવ્યું હતું કે,સોસિયલ મીડિયામાં એટલા ઘેલા ના બનો.આજે સોસીયલ મીડિયામાં લોકોએ પોતાનું જીવન નર્ક બનાવી દીધું છે.સમાજની મારી દીકરીનો કોઈ મોર્ફ કરેલો ફોટો આવે અને લોકો ચર્ચા કરે તો સમાજ માટે કલંકરૂપ બાબત કહેવાય.આવી દીકરીઓને મદદરૂપ થવું જોઈએ.આવી દીકરીઓને પોલીસ સ્ટેશનનો રસ્તો બતાવવો જોઈએ.

આપણા રાજ્ય અને શહેરને આ દાનવોથી દૂર રાખવું પડશે.ગુનેગાર પકડાશે તો તેને સજા થશે જ પરંતુ સરકાર સમાજમાં આવી ઘટનાઓ કઈ રીતે ધીરે ધીરે ઘટે તે માટેના પ્રયાસ કરી રહી છે.પોલીસ હમેશા ગુનેગારોને સજા અપાવતા જોઈ હશે,આ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ શાળા અને ટ્યુશન કલાસ નો સંપર્ક કરી પ્રયાસ કરી રહી છે.આ કાર્યક્રમ કોઈ ભાષણ આપવા માટેનો સ્ટેજ નથી.સરથાણામાં.દીકરી જોડે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,મારી મર્યાદા છે કે દિકરીનું નામ નથી બોલી શકતો.જો દીકરીને ડર વિના માહિતી આપી પોલીસ સ્ટેશન સુધી મોકલી હોત તો આ ઘટનાનો તેણી ભોગ ન બની હોત.આવી નાના માં નાની ઘટના બને તો તેને ઝડપથી પોલીસ સ્ટેશન સુધી પોહચાડવા મારી વિન્નતી છે.આવી ઘટના સામે આવે તો પોલીસને મારી વિનંતી છે કે તેઓ પણ ગંભીરતા થી લઈ ઝડપથી તેને ન્યાય અપાવવામાં મદદ કરે અને ઉલટ તપાસ બાદમાં કરશો.આ દુષણને એક લડાઈ સ્વરૂપે આગળ વધાવીએ.

યુવાઓ ક્યારેય ડ્રગ્સ ના રવાડે ના ચઢે ત્યારે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ.પોલીસની સામાજિક દુષણ સામે લડાઈ છે.તમામ લોકોના ઘરો સુધી ડ્રગ્સ નું દુષણ ના પોહચે તે માટે હું વિન્નતી કરવા આવ્યો છું.બીજાનું જોઈ આપણા પુત્ર પણ આ દુષણમાં ફસાઈ શકે છે જેનું ધ્યાન રાખવું જરૂરી છે.નિરંતર પ્રયાસથી આ દિશામાં સફળતા જરૂર મળશે..મોર્ફ ફોટાથી કોઈ દીકરીઓએ ડરવાની જરૂર નથી.જો કોઈ દીકરીને મોર્ફ ફોટાને નામે ધમકાવવામાં આવે અને પોલીસ ફરિયાદ ન સાંભળે મારો સીધો સંપર્ક કરી શકે છે.સમાજના સારા નાગરિકો જોડે થયેલ છેતરપિંડી સામે કાર્યવાહી કરવા અમે તૈયાર છે.

દેશનું સૌથી સુરક્ષિત શહેર સુરત છે.અહીંના લોકો શાંતિમાં માણે છે.વધુમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે,રાજ્યગૃહમંત્રીએ મહત્વનું નીવેદન આપતા જણાવ્યું હતું કે,મોર્ફ કરેલા ફોટો વડે જો મારા રાજ્યની દીકરીઓને બ્લેકબમેલ કરવાનો પ્રયત્ન કરશે તો પોલીસ સંપૂર્ણ જાગૃતતાથી એક ટીમ બનાવી તેવા ગુનેગારોને પકડી પાડી દીકરી અને બહેનોને મદદ કરશે. સમાજના લોકોને મારી અપીલ છે કે આવી દીકરીઓના મોર્ફ કરેલા ફોટો વડે જો કોઈ ટપોરીઓ અથવા દાનવ હેરાન પરેશાન કરતા હોય તો કોઈપણ ચર્ચા કર્યા વિના આવી દીકરીઓને મદદ કરી પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી કાર્યવાહી કરવામાં મદદરૂપ બનવું જોઈએ.

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : King Of Salangpur Controversy : સાળંગપુર ભીંતચિત્રો વિવાદનો આખરે અંત!

Tags :
CYBER SANJIVANI 2.0GujaratHarsh SanghaviSuratSurat news
Next Article