Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat news કેરી રસિયા માટે ચેતવણી, માર્કેટમાં ફરી રહી છે ઇથિલિનથી પકવેલી કેરી

સુરત: ઉનાળાની સીઝન ચાલુ થતાં કેરીની સીઝન પણ ચાલુ થઈ જતી હોય છે (Surat news) ત્યારે માર્કેટમાં કાચી કેરીની આવક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ છે. કાચી કેરીને પકવવા માટે સરકાર માન્ય ઇથિલિન નામનો પદાર્થ રાખવામાં આવતો હોય છે....
08:44 PM Apr 20, 2024 IST | RAHUL NAVIK

સુરત: ઉનાળાની સીઝન ચાલુ થતાં કેરીની સીઝન પણ ચાલુ થઈ જતી હોય છે (Surat news) ત્યારે માર્કેટમાં કાચી કેરીની આવક પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ છે. કાચી કેરીને પકવવા માટે સરકાર માન્ય ઇથિલિન નામનો પદાર્થ રાખવામાં આવતો હોય છે. (Surat news) જો કે આનો ઉપયોગ પ્રમાણમાં થાય માટે લાયસન્સ લેવું પડે છે. પણ કેરીના વેપારીઓ દ્વારા વગર લાયસન્સ આનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (Surat news)

 

50થી 60 જેટલી દુકાનો પર ચેકીંગ

આવા લેભગુ વેપારીની ફરિયાદના આધારે સુરતનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું અને આવા પકવેલી કેરી વેચતા વેપારીઓ સામે લાલ આંખ કરી હતી. બાદમાં શહેરના APMC માર્કેટના બાજુમાં આવેલ મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં કુલ 50થી 60 જેટલી દુકાનો પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

કાચી કેરીને પકવવા માટે રાસાયણિક પદાર્થનો ઉપયોગ

આ બાબતે સુરત મહાનગરપાલિકાના ફુડ સેફ્ટી ઓફિસર ડી.કે.પટેલે જણાવ્યું હતું કે, હાલની કેરીની સીઝનને ધ્યાનમાં રાખતા મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેને લઈને પર્વત પાટિયા માર્કેટમાં આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અહીં જે કેરીના વિક્રેતાઓ દ્વારા કાચી કેરીને પકવવા માટે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવતો હોય જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેવી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જો કેરીઓ સળી ગઈ હોય તેનું નાશ કરીને સંસ્થાઓને નોટિસ પાઠવી દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Surat weather: લૂથી બચવા બોડીને હાઇડ્રેટ રાખો, સુરત જિલ્લા તંત્રની માર્ગદર્શિકા જાહેર

આ પણ વાંચો: Surat cp નવનિયુક્ત પોલીસ કમિશનર એક્શન મોડમાં આવી એક જ દિવસમાં 17 ગુનેગારોને પાસા

આ પણ વાંચો: Surat news મરાઠી ભાવ બની મહારાષ્ટ્રમાં માર્યો છાપો, સુરત પોલીસની કામગીરી

Tags :
Gujarat FirstSMCSurat news
Next Article