Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરત : ગર્ભવતી મહિલાઓ દ્વારા ગરબા રમી નવરાત્રી પર્વની કરવામાં આવી ઉજવણી

અહેવાલ - રાબિયા સાલેહ સુરતી ખેલૈયાઓ નવરાત્રીના પર્વને ધામધૂમથી ઉજવતા હોય છે. આ પર્વમાં સૌ કોઈ ભાગ લે છે અને ખેલૈયાઓ મન મૂકી ગરબાના તાલે જુમે છે. ત્યારે સુરત ખાતે ગર્ભવતી મહિલાઓ દ્વારા પણ ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં...
03:22 PM Oct 14, 2023 IST | Hardik Shah

અહેવાલ - રાબિયા સાલેહ

સુરતી ખેલૈયાઓ નવરાત્રીના પર્વને ધામધૂમથી ઉજવતા હોય છે. આ પર્વમાં સૌ કોઈ ભાગ લે છે અને ખેલૈયાઓ મન મૂકી ગરબાના તાલે જુમે છે. ત્યારે સુરત ખાતે ગર્ભવતી મહિલાઓ દ્વારા પણ ગરબા રમી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

નવરાત્રીમાં જૂની માન્યતાને ટાટા બાય બાય કરાઇ, ગર્ભવતી મહિલાઓ દ્વારા ગરબા રમી લોકોને એક સંદેશ અપાયો હતો. સુરતમાં ગર્ભવતી મહિલાઓએ ગરબે ઘૂમીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ચોથા માસથી લઈ નવ માસ સુધીની ગર્ભવતી મહિલાઓ 6 તારી 12 તારીખ ગરબા રમી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ અંગે સુરતમાં પ્રેગ્નન્સી સેન્ટર ચલાવતા તુષિતા રાઠોડે જણાવ્યું હતું કે, ગર્ભવતી મહિલાઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 45 જેટલી ગર્ભવતી મહિલાઓએ ગરબા કરી ખૂબ જ આનંદ માણ્યો હતો. એક ગર્ભવતી મહિલાના ગરબા કરવાથી કાડિયો એકસોસાઈઝ થાય છે અને ગર્ભવતી મહિલાને ખૂબ જ આનંદ આવે છે. ગરબાથી હોર્મોન્સ રિલીઝ થાય છે, અને બાળકનો વિકાસ થાય છે. તથા સગર્ભા મહિલા માનસિક રીતે તનાવમુક્ત રહે છે.

નવરાત્રીમાં અને પ્રિ નવરાત્રી સેલિબ્રેશનમાં ગરબે ઘૂમતા ખેલૈયાઓના ગ્રુપ તો ઘણા જોયા હશે પરંતુ કંઈક અનોખું અને પોતાના ગર્ભમાં બાળક લઈ ગરબા ઘૂમી આનંદમ્ય ગર્ભવતી મહિલાઓ ભાગ્યે જ જોઇ હશે. આ અંગે નવ માસના ગર્ભ સાથે ગરબા રમનાર ખેલૈયાઓએ જણાવ્યું હતું કે ગરબા રમનાર તમામ મહિલાઓને ખૂબ જ આનંદ આવ્યો છે. એક ગર્ભવતી મહિલાએ એકસોસાઇઝ અને યોગા કરવા જોઈએ અને ગરબા કરવાથી પણ એક્સસાઈઝ થાય છે. બ્લડ સેક્યુલેશન થાય છે સાથે જ ગર્ભવતી મહિલાઓના આ ગ્રુપ સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા.

દરેક તહેવારની ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેવામાં હાલ નવરાત્રી માટે ગર્ભવતી મહિલાઓ દ્વારા દોઢ કલાક જેટલી દર રોજ ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી, અને નવરાત્રી માટે તો ખાસ સેશન પણ રાખવામાં આવતા હતા. ડાન્સિંગ કરવાથી બાળકનો વિકાસ તાંદુરસ્ત થાય છે તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે. અને ગર્ભવતી બહેનોનો પણ તણાવ ઓછો કરવામાં મદદ મળે છે તેવી ગર્ભવતી મહિલાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - PM મોદીના સ્ટેજ પર વપરાતો સ્પ્રે સુરતની નવરાત્રીને સુરક્ષિત બનાવશે

આ પણ વાંચો - PM મોદીએ લખ્યો ‘ગરબો’, જેનો કંઠ આપ્યો છે ધ્વનિ ભાનુશાળીએ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
celebrate the festival of NavratriGarbaNavratriNavratri Newsplaying Garbapregnant womenSuratSurat news
Next Article