Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં Drugs ને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન

રાજ્ય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઇને પણ મોટુ નિવેદન 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી: ગૃહ રાજ્યમંત્રી Surat: સુરતમાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક...
surat  પોલીસ શહીદ સંભારણા દિવસના કાર્યક્રમમાં drugs ને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
Advertisement
  1. રાજ્ય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી
  2. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઇને પણ મોટુ નિવેદન
  3. 2100 ગ્રામ ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી: ગૃહ રાજ્યમંત્રી

Surat: સુરતમાં અઠવાલાઈન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર (Surat Police commissioner) અનુપમસિંહ ગેહલોત સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં છે.પોલીસ શહીદ સંભારણા દિવસનાકાર્યક્રમમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ વાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી

Advertisement

સૌ પાલીસ અધિકારી અને તેમના પરિવારોનો આભાર માન્યો

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આજે સૌ પોલીસ જવાનોને હું સલામી આપુ છું. આજે કુદરતે પણ નમી રાખી છે. પોલીસ માત્ર સુરક્ષા માટે નહિ પરંતુ સામાજિક સંરક્ષણ માટે પણ કામ કરે છે. પોલીસ એ ફ્રન્ટ વોરિયર એટલે પોલીસ. ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ અને પોલીસ પરિવારના સૌ કૉન્સ્ટેબલથી લઇ ડીજીપી સુધીના અધિકારીઓનો આભાર માનું છું. દેશના વિવિધ રાજ્યો અને અનેક ફોર્સમાં દેશના નાગરિકોની સુરક્ષા કરનાર સહાદત પામનાર સૌ જવાનોને સલામી આપુ છું. આજે તેમના કારણે દેશના દરેક નાગરિક સુરક્ષાની લાગણી અનુભવી રહ્યા છે.

આ પણ વાંચો: શહેરમાં ભારે પવન સાથે મેઘરાજાની ફરી એકવાર તોફાની બેટિંગ

પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છેઃ ગૃહ રાજ્યમંત્રી

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઇને પણ મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે અભિયાન નહીં પરંતુ એક જંગ લડી રહી છે. આ જંગને આગળ વધારતા સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે 2100 ગ્રામ જેટલું ડ્ર્ગ્સ પકડવામાં એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. સુરત (Surat) જિલ્લામાંથી આ ડ્રગ્સ પકડ્યા બાદ એની ટ્રેલ એટલે કે ભરૂચ જિલ્લા સુધી આ ઓપરેશન વધ્યું છે. અને સુરત પોલીસ દ્વારા આ કામગીરી ખુબ જ સફળતા પૂર્વક પાર પાડવામાં આવી છે.”

આ પણ વાંચો: Cyclone Dana આવી રહ્યું છે, આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

Tags :
Advertisement

.

×