Surat: MD ડ્રગ્સનાં સોદાગરોનો નવી મોડસ ઓપરેન્ડી, પોલીસ પૂછપરછ દરમ્યાન થયા અનેક ખુલાસા
- સુરતમાં એમડી ડ્રગ્સના સોદાગરોનો નવો પેંતરો
- સ્ટરાઇલ વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરીંજનું વેચાણ
- 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 35 જેટલી સિરીંજ જપ્ત
સુરત ક્રાઇમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા MD ડ્રગ્સનું વેચાણ કરતા 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સુરતના ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાજી મંદિર પાછળ પંચશીલ નગરના મકાન નંબર 517ના બીજા માળે જમીલ ઉર્ફે જંગલી, તૌફિક પટેલ અને રેહાન ખાનની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે બે અલગ અલગ પ્રકારની 35 ઇન્સ્યુલિન સિરીંજ, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 1,25,400, રોકડા રૂપિયા 60,500, અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ અને સ્ટેરીલ વોટર ફોર ઇન્જેક્શન ip 10 ml ભરેલી પ્લાસ્ટિકની 10 બોટલ જપ્ત કરી છે. આમ આરોપીઓ પાસેથી 2,61,360 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

ડ્રગ્સ માફીયાઓ સાથે જોડાયેલ ગેંગને ઝડપી પાડી
સુરત શહેર પોલીસ (Surat City Police) દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે અને આ અભિયાન અંતર્ગત માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ્સ (Drugs) માફિયા તેમજ તેમની ગેંગ તેમજ સિન્ડિકેટ સાથે જોડાયેલા ઈસમોને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) ને બાતમી મળી હતી કે સુરતના ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાજી મંદિર પાછળ પંચશીલ નગરના મકાન નંબર 517ના બીજા માળે જમીલ ઉર્ફે જંગલી અને તેના મળતિયા ઈસમો સાથે મળી MD ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહ્યા છે.
ઇન્સ્યુલિન સિરીંજ, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) ની ટીમે 19 એપ્રિલ 2025ના રોજ ભાઠેના વિસ્તારમાં ઉમિયા માતાજી મંદિર પાછળ આવેલા પંચશીલ નગરમાં દરોડો કર્યો હતો. આ દરોડા દરમ્યાન પોલીસે 3 ઇસમોને MD ડ્રગ્સ (MD Drugs)ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય ઈસમોમાં જમીલ ખાન ઉર્ફે જંગલી, તૌફિક પટેલ અને રેહાન ખાનનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે બે અલગ અલગ પ્રકારની 35 ઇન્સ્યુલિન સિરીંજ, 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ(MD Drugs) જેની કિંમત 1,25,400, રોકડા રૂપિયા 60,500, અલગ અલગ કંપનીના ચાર મોબાઇલ અને સ્ટેરીલ વોટર ફોર ઇન્જેક્શન ip 10 ml ભરેલી પ્લાસ્ટિકની 10 બોટલ જપ્ત કરી છે. આમ આરોપીઓ પાસેથી 2,61,360 મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.
ડ્રગ્સ લીધા બાદ ઇન્ફેક્શન થયાના કેટલાક નિશાન હોવાનું સામે આવ્યું
ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપી જમીલ ખાન ઉર્ફે જંગલી સામે સુરતમાં ખટોદરા, મહીધરપુરા, ઉમરા, પાલ, અલથાણ, સલાબતપુરા, PCB તેમજ નવસારી પોલીસ સ્ટેશન (Navsari Police Station) માં અલગ અલગ કલમો હેઠળ 12 ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં સૌથી વધુ ગુના સ્નેચિંગ, પ્રોહીબિશન એક્ટ અને NDPSના નોંધાયેલા છે. ઉપરાંત આરોપી તૌફિક ઉર્ફે બેટરી પટેલ સામે સુરતમાં પુણા, અલથાણ, ડીંડોલી, ખટોદરા, સુરત રેલવે પોલીસ, ઉધના, સચિન જીઆઇડીસી, રાંદેર અને PCBમાં અલગ અલગ કલમો હેઠળ 10 જેટલા ગુના નોંધાયા છે. આ ગુનાઓમાં સ્નેચિંગ, NDPS, રેપ, ખૂનની, કોશિશ, ધાડ, અને ચોરી જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. જમીલ સામે એક વખત અને તૌફીક સામે બે વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. મુખ્ય આરોપી પોતે પણ ડ્રગ્સ એડિકટ છે અને સાથે તે સાથે ડ્રગ્સનું વેચાણ પણ કરતો હતો. આરોપીના શરીર પર ડ્રગ્સ લીધા બાદ ઇન્ફેક્શન થયાના કેટલાક નિશાન હોવાનું સામે આવ્યું છે.
ભાવેશ રોઝિયા (DCP, સુરત ક્રાઈમ બ્રાન્ચ)
આ પણ વાંચોઃ Ahmedabad: આંબલી વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક, જમીન દલાલનાં ઘરમાં ઘુસી કર્યો હુમલો
આરોપી અજાણ્યો વ્યક્તિ ડ્રગ્સ લેવા તો તેમને મકાન અંદર પ્રવેશ આપતા ન હતા. જે તે વ્યક્તિ પાસેથી ડ્રગ્સનું પેમેન્ટ મેળવ્યા બાદ તેમણે બીજા માળ પરથી દોરીથી લટકાવીને ડ્રગ્સ આપતા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટિમો બનાવીને આરોપીના ઘરની આજુબાજુના બિલ્ડીંગના ટેરેસ પરથી તેમજ મકાનના મુખ્ય રસ્તા પરથી આમ મકાનમાં પ્રવેશતા બન્ને રસ્તાઓ પરથી દરોડો કર્યો હતો અને 3 ઇસમોને ડ્રગ્સ સાથે પકડી લીધા. મુખ્ય આરોપી જમીલ ડ્રગ્સનો એટલો એડિકટ છે કે તેને અત્યાર સુધીમાં 1000 કરતાં વધારે ડ્રગ્સના ઇન્જેક્શન પોતાના શરીર પર લગાવ્યા છે અને તે સતત નશામાં રહેવા માટે પોતાના શરીર પર સિરીંજની મદદથી ડ્રગ્સના ઇન્જેક્શન લગાવતો હતો.ત્યારે ડ્રગ્સ કેસમાં ફરાર મહિલા સહિત અન્ય ત્રણ ઇસમો ની ધરપકડ કરવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ Junagadh: અનેક ધક્કા ખાવા છતાં જમીનનાં પ્રશ્નો હલ ન થતા મહિલા સરચંપ બન્યા લાચાર