Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat: આરોપીના ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો

અહેવાલ - ઉદય જાદવ, સુરત સુરતના કડોદરામાં બાળકના અપહરણ વિથ હત્યાના આરોપીના ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીનો પરિવાર સમાન લેવા માટે આવ્યું દરમિયાન સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિક ટોળાએ બાઇક સળગાવી પોલીસ ઉપર પણ પત્થરમારો કર્યો...
07:53 PM Dec 19, 2023 IST | Maitri makwana

અહેવાલ - ઉદય જાદવ, સુરત

સુરતના કડોદરામાં બાળકના અપહરણ વિથ હત્યાના આરોપીના ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોપીનો પરિવાર સમાન લેવા માટે આવ્યું દરમિયાન સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા સ્થાનિક ટોળાએ બાઇક સળગાવી પોલીસ ઉપર પણ પત્થરમારો કર્યો હતો. ઘટનાને લઈ જિલ્લા ભરની પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તોફાન કરનાર કેટલાક લોકોની અટકાયત કરી હતી.

સુરતના કડોદરા વિસ્તારમાં આગચંપીની ઘટના સામે આવી હતી. કડોદરાના કૃષ્ણ નગર સોસાયટીમાં અપહરણ વિથ હત્યાના આરોપીના ઘરને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ૩ મહિના પૂર્વે કડોદરા વિસ્તારમાં અપહરણકારો દ્વારા ખંડણીને લઈ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. સુરત જિલ્લા પોલીસે હત્યારાઓને ઝડપી જેલ ભેગા કરી દીધા હતા.

આ ઘટનાને ૩ મહિના ઉપર થઈ ગયા છે પરંતુ સ્થાનિકોનો રોષ હજી ઓછો નથી થયો. આજ રોજ આરોપીનો પરિવાર સમાન લેવા માટે ઘરે આવ્યો હતો. જયાં સોસાયટીના લોકોએ હલ્લો મચાવ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પરિવારના સભ્યની બાઇક સળગાવી હતી. આટલું જ નહી રોષે ભરાયેલા લોક ટોળાએ આરોપીના ઘરને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આગચંપીની સમગ્ર ઘટનાને લઈ માહોલ તંગ બન્યો હતો.

ઘટનાને કાબૂમાં લેવા માટે જિલ્લા ભરની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે કેટલાક લોકો દ્વારા પોલીસ ઉપર પણ પત્થરમારો કર્યો હતો. ઘટનાને કાબુ માં લેવા માટે પોલીસે હળવો લાઠચાર્જ પણ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસર પણ સ્થળ ઉપર ઘસી આવ્યા હતા અને આતંક મચાવનાર કેટલાક લોકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે હાલ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ahmedabad: વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનો અનોખો પ્રયાસ

Tags :
CrimeGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Newsmaitri makwananewsnews updateSurat
Next Article