Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : રાજકોટની ઘટના બાદ સુરત ફાયર વિભાગ આવ્યું એક્શનમાં, અલગ અલગ વિસ્તારમાં દુકાનો કરાઇ સીલ

રાજકોટની ઘટના બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફટીના અભાવે કાર્યવાહી દિલ્હી ગેટની હોટેલ ડાયમંડ પ્લાઝા સીલ કરવામાં આવી,એશિયન ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં બેઝમેન્ટ,ગ્રાઉન્ડ પલ્સ ચોથો માળ સીલ ઉધના અનુપમ એમેનેટી સેન્ટરમાં આવેલ કલાસીસ, ક્લિનિક,જિમ સહિત 140...
surat   રાજકોટની ઘટના બાદ સુરત ફાયર વિભાગ આવ્યું એક્શનમાં  અલગ અલગ વિસ્તારમાં દુકાનો કરાઇ સીલ
  • રાજકોટની ઘટના બાદ સુરત ફાયર વિભાગ એક્શનમાં
  • શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફટીના અભાવે કાર્યવાહી
  • દિલ્હી ગેટની હોટેલ ડાયમંડ પ્લાઝા સીલ કરવામાં આવી,એશિયન ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં બેઝમેન્ટ,ગ્રાઉન્ડ પલ્સ ચોથો માળ સીલ
  • ઉધના અનુપમ એમેનેટી સેન્ટરમાં આવેલ કલાસીસ, ક્લિનિક,જિમ સહિત 140 દુકાનો સીલ

SURAT : રાજકોટમાં બનેલી TRP ગેમઝોનની ઘટના બાદ તંત્ર હવે સફાળુ જાગ્યું છે. આ દુર્ઘટનામાં 33 જેટલા નિર્દોશ લોકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ હાલ સમગ્ર રાજ્યમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજકોટ જેવી ઘટના હવે આગળના સમયમાં ન બને તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. સુરત ( SURAT ) ફાયર વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફટીના અભાવે સિલીંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Advertisement

દિલ્હી ગેટની હોટેલ ડાયમંડ પ્લાઝા સીલ કરાઇ

Advertisement

રાજકોટમાં બનેલી ભયાવહ દુર્ઘટનાનો અવાજ સમગ્ર દેશમાં ગૂંજયો છે. હવે સુરતમાં તંત્ર ફરી એક વખત એક્શનમાં આવ્યું છે અને તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટીના અભાવે દિલ્હી ગેટની હોટેલ ડાયમંડ પ્લાઝા સીલ કરવામાં આવી છે. વધુમાં એશિયન ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં બેઝમેન્ટ,ગ્રાઉન્ડ અને ચોથો માલ સીલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઉધના અનુપમ એમેનેટી સેન્ટરમાં આવેલ કલાસીસ, ક્લિનિક,જિમ સહિત 140 દુકાનો સીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ઉધના અનુપમ એમેનેટી સેન્ટરમાં આવેલ કલાસીસ, ક્લિનિક,જિમ સહિત 140 દુકાનો સીલ કરવામાં આવી છે. તેની સાથે જ રિંગ રોડ ખાતે આવેલ ઋતુરાજ માર્કેટમાં 20 હોલસેલરની દુકાનો સીલ કરાઈ છે.

ફાયર સેફટી અંગે તંત્ર સજાગ

Advertisement

આ પહેલા સુરતમાં 11 ગેમઝોન, છ નાના પ્લે એરિયા સ્થળ ઉપરાંત ચાર મેળા એક સર્કસ અને એક જાદુગર શો પર ચકાસણી શરૂ કરવામાં આવી હતી. કાર્યવાહીના ભાગરૂપે ચકાસણી દરમિયાન 11 ગેમ ઝોન પૈકી 10 ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા હતા. .વધુમાં ગોધરા શહેરમાં આવેલા 4 ગેમઝોનની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં કેટલીક ક્ષતિઓ જણાવી આવતા હાલ આ ચારેય ગેમઝોન બંધ રાખવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Rajkot TRP અગ્નિકાંડમાં મોટો ખુલાસો, SITની તપાસમાં સામે આવી ગંભીર હકીકત

Tags :
Advertisement

.