ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SURAT : માંડવીમાં ૭ કામદારોને લાગ્યો કરંટ, સાંસદે લીધી મુલાકાત

અહેવાલ - ઉદય જાદવ | SURAT : સુરતના માંડવીમાં ૭ કામદારોને લાગ્યો કરંટ, નવા પુલ પાસે વીજ પોલ ઉભા કરવાની કામગીરી દરમ્યાન થયો અકસ્માત,૭ કામદારોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા,ઘટનાની જાણ થતાં સાંસદ પ્રભુ વસાવાએ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત. ૨...
08:31 PM Jan 05, 2024 IST | Harsh Bhatt
અહેવાલ - ઉદય જાદવ | SURAT : સુરતના માંડવીમાં ૭ કામદારોને લાગ્યો કરંટ, નવા પુલ પાસે વીજ પોલ ઉભા કરવાની કામગીરી દરમ્યાન થયો અકસ્માત,૭ કામદારોને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા,ઘટનાની જાણ થતાં સાંસદ પ્રભુ વસાવાએ ઇજાગ્રસ્તોની લીધી મુલાકાત.

૨ કામદારોની સ્થિતિ ગંભીર

સુરત જિલ્લાનાં માંડવીના નવા પુલ પાસે ૭ કામદારોને કરંટ લાગ્યો હતો.માંડવી તાપી નદીના નવા પુલથી ધોબરી નાકા સુધી વીજ પોલ ઉભા કરવાની કામગીરી ચાલી રહી હતી. જેના દરમિયાન આ લાઇન પરથી પસાર થતી એચ.ટી લાઇન સાથે વીજપોલ અચાનક અડી જતા કરંટ પસાર થયો હતો. તે દરમ્યાન કામગીરી કરતા ૭ કામદારોને જોરદાર કરંટ લાગ્યો હતો,ઘટનામાં કરંટ થી દાઝી ગયેલા ૭ લોકોને સારવાર અર્થે માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ૨ કામદારોની પરિસ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

SURAT

બારડોલીના સાંસદ પ્રભુ વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં

માંડવી નગર પાલિકાની પી બોક્ષ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા વીજ પોલ ઊભા કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. પાલિકા તેમજ એજન્સી દ્વારા વીજ કંપનીને કોઈ પણ પ્રકારની જાણ કરાઈ ન હતી. પાલિકાની ખાનગી એજન્સીની ગંભીર બેદરકારીને કારણે આ મોટી દુઘર્ટના બનવા પામી હતી. બનાવને લઇ બારડોલીના સાંસદ પ્રભુ વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત કામદારોની મુલાકાત લીધી હતી અને તેમણે પાલિકાની ખાનગી એજન્સીની ગંભીર બેદરકારી ગણાવી હતી હવે જોવું એ રહ્યું કે આવી ગંભીર બેદરકારી દાખવનારી પાલિકાની ખાનગી એજન્સી ઉપર કેવા પગલાં લેવામાં આવે છે.
આ પણ વાંચો -- Sardar Patel memorial : અમદાવાદના સરદાર પટેલ સ્મારક સહિત દેશભરના સરદાર પટેલ સ્મારક અને તમામ વિજ્ઞાન કેન્દ્રોને ઉડાવી દેવાની ધમકી
આ પણ વાંચો -- Social justice and empowerment, women and child welfare -મહીસાગરમાં પ્રકલ્પ પ્રદાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Electric ShockelectrocutedMandviMP PRABHU VASAVASuratvisitWorkers
Next Article