Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: એક જ પરિવારના 3 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની આપઘાતની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. એક માતા દ્વારા બે બાળકોને ઝેર આપી આપઘાત નો પ્રયાસ કરાયો હતો. એક પુત્ર અને એક પુત્રી ને ઝેર અપાયું હતું....
surat  એક જ પરિવારના 3 સભ્યોએ કર્યો આપઘાતનો પ્રયાસ

અહેવાલ - રાબિયા સાલેહ, સુરત

Advertisement

સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની આપઘાતની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. એક માતા દ્વારા બે બાળકોને ઝેર આપી આપઘાત નો પ્રયાસ કરાયો હતો. એક પુત્ર અને એક પુત્રી ને ઝેર અપાયું હતું. જે બાદ માતા એ પણ ઝેર પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સુરતના દૂધમાં ઊંધર મારવાની દવા પીવડાવી માતા એ બે બાળકોની સાથે આપઘાતની ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ પાડોશીઓ સુધી વાત પહોંચતા તાત્કાલિક માતા સાથે બન્ને બાળકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ બન્ને બાળકો PICU વોર્ડમાં દાખલ છે. સાથે જ માતા પણ સિવિલ હોસ્પિટલ માં સારવાર હેઠળ છે.

Advertisement

વાત છે સુરતના સચિન જીઆડીસી વિસ્તારની જ્યાં ઘર કંકાશમાં એક માતા એ પોતાના જ બે માસૂમ બાળકોને દૂધમાં ઝેર ભોળવી અને પોતે પણ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો જે બાદ ત્રણેયની હાલત લથડતાં તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલના તબીબના કહેવા અનુસાર બે બાળકો સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં દાખલ છે. જ્યારે આ બાળકોને ઝેર આપનાર માતા પણ હોસ્પિટલના અન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવી છે.

સુરતમાં દિવસને દિવસે આપઘાતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં એક પરિવારના આપઘાતનો મામલો નોંધાતા હાલ સમગ્ર મામલાની તપાસ સચિન જીઆડીસી પોલીસ કરી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદના આધારે જાણવા મળ્યું છે કે આપઘાત કરનાર મહિલાના બીજા લગ્ન થયા છે. અને બંને બાળકો પહેલાં પતિના છે. જેથી સતત ડિપ્રેશનમાં રહેતી મહિલાએ બાળકોને ઝેર પીવડાવી પોતે ઝેર પી આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કર્યું છે.

Advertisement

સુરતના સચિન જી આઇ ડી સી ડીમાં આવેલા પાલિગામ ખાતે રહેતી મહિલાએ બે સંતાનો સાથે આપઘાત કર્યો હતો. જ્યાં માતાએ બે વર્ષની બાળકી અને સાત વર્ષના બાળકને દૂધમાં ઝેર આપી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધા બાદ તેના સાથે કામ કરતી અને પાડોશમાં રહેતી મહિલા દોડી આવી હતી. હાલ બંને બાળકો સહિત માતાની તબિયત સુધારા પર છે.જો કે હાલ સચિન જીઆડીસી પોલીસ દ્વારા મહિલાની તબિયતમાં સુધારો આવતા પ્રાથમિક પુછપરછ કરાઇ હતી. જેમાં માતા એ પોતે બાળકોના ભવિષ્યને લઇ ચિંતિત હોવાને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ પોલીસ દ્વારા આપઘાતના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ પણ વાંચો - Gandhinagar: પશુ ખાણદાણમાં થતા ભેળશેળને અટકાવવા મહત્વની બેઠક

Tags :
Advertisement

.