અમદાવાદમાં રાજ્યનું પ્રથમ પીડિયાટ્રિક રિટ્રાઈવલ સેન્ટર અને એડવાન્સ્ડ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર શરૂ થયું
અહેવાલ - સંજય જોષી
અમદાવાદની અપોલો હોસ્પિટલ્સે મંગળવારે વિશેષરૂપે બાળકો માટે એક વ્યાપક મલ્ટિડિસિપ્લિનરી યુનિટ શરૂ કર્યું હતું. યુનિટનો ઉદ્દેશ સમર્પિત પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (પીઆઈસીયુ) અને એક સ્પેશિયલાઈઝ્ડ સર્વિસ – પીડિયાટ્રિક રિટ્રાઈવલ સેન્ટર દ્વારા મહત્વપૂર્ણ બાળ સંભાળ સેવાઓ પ્રદાન કરવાનો છે. કેલોરેક્સ ગ્રુપના ચેરપર્સન અને ફાઉન્ડર ડો. મંજુલા પૂજા શ્રોફે આ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું.
લેવલ 4 - પીઆઈસીયુમાં પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ, નેફ્રોલોજિસ્ટ, સર્જન, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, હેમેટો-ઓન્કોલોજિસ્ટ, એન્ડોક્રિનોલોજિસ્ટ, ફિઝિશિયન, નર્સો અને સપોર્ટ સ્ટાફ જેવા નિષ્ણાંતોની ટીમનો સમાવેશ થાય છે, જેઓ ગંભીર રીતે બીમાર નવજાત શિશુઓ, શિશુઓ અને 18 વર્ષ સુધીના બાળકોને સવિશેષ સંભાળ અને સહાય પૂરી પાડવા માટે સમર્પિત છે.
આ સુવિધાના પીડિયાટ્રિક રિટ્રાઈવલ સેન્ટરમાં પીડિયાટ્રિક ઈન્ટેન્સિવિસ્ટ્સ, નર્સો અને રેસ્પિરેટરી થેરાપિસ્ટની સમર્પિત ટીમનો સ્ટાફ છે જે ગંભીર રીતે-બીમાર બાળકોના પરિવહનમાં પ્રશિક્ષિત અને અનુભવી છે. ટીમ 24x7 ઉપલબ્ધ છે અને અદ્યતન લાઈફ સપોર્ટ પૂરો પાડવા અને પીઆઈસીયુમાં પરિવહન દરમિયાન બાળકને સ્ટેબિલાઈઝ કરવા માટે જરૂરી સંસાધનોથી સજ્જ છે.
પીઆઈસીયુ વિશે અપોલો હોસ્પિટલ, અમદાવાદના સીઓઓ નીરજ લાલે જણાવ્યું હતું કે, “અમારું પીઆઈસીયુ અત્યાધુનિક તબીબી સાધનો જેવા કે હાઈ-ટેક વેન્ટિલેટર, ઈન્ફ્યુઝન પંપ, અદ્યતન ઈમેજિંગ સુવિધાઓ, લેબ સેવાઓ, ઈમરજન્સી રિસુસિટેશન ઈક્વિપમેન્ટ, ઈન્ફેક્શન કંટ્રોલ મેઝર્સ અને માતા-પિતા માટે સુવાના આવાસથી સજ્જ છે. આ સુનિશ્ચિત કરે છે કે અમે પીડિયાટ્રિક આઈસીયુમાં દરેક બાળકની અનન્ય જરૂરિયાતો પૂરી કરવા અને ગંભીર રીતે-બીમાર બાળકો માટે શ્રેષ્ઠ સંભવિત સંભાળ પૂરી પાડવા માટે તૈયાર છીએ.”
અપોલો હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક અને નીઓનેટોલોજીના લીડ કન્સલ્ટન્ટ ડો. પુષ્કર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “અમારી ટીમ બાળરોગની ગંભીર સંભાળમાં નવીનતમ પ્રગતિઓ સાથે અપડેટ રહેવા અને અમારા દર્દીઓ માટે શ્રેષ્ઠ સંભવિત પરિણામોની ખાતરી કરવા માટે નિયમિત તાલીમ અને શિક્ષણ મેળવે છે. અમારું પીડિયાટ્રિક રિટ્રાઈવલ સેન્ટર જરૂરિયાતમંદ બાળકોને નિષ્ણાંત, ઝડપી અને દયાસભર ક્રિટિકલ કેર સર્વિસીઝ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તમારા ગંભીર રીતે-બીમાર બાળકને સુરક્ષિત રીતે અમારી વિશિષ્ટ પીડિયાટ્રિક કેર ફેસિલિટીમાં લઈ જવા માટે અમારો વિશ્વાસ કરો, જ્યાં તેમને મેડિકલ પ્રોફેશનલ્સની અમારી સમર્પિત ટીમ તરફથી ઉચ્ચ સ્તરની સંભાળ મળશે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ