અપોલો હોસ્પિટલ્સ અમદાવાદનો વિશ્વમાં બેસ્ટ હોસ્પિટલ્સ પૈકીના એક તરીકે સમાવેશ
અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે, જે અંતર્ગત તાજેતરમાં યુએસ સ્થિત મેગેઝિન અને વેબસાઇટ ન્યુઝવીક તથા વૈશ્વિક ડેટા કંપની સ્ટેટિસ્ટા દ્વારા વિશ્વના બેસ્ટ હોસ્પિટલ્સ પૈકીના એક તરીકે સામેલ કરાયું છે. આ સિદ્ધિ અપોલો હોસ્પિટલ્સ અમદાવાદની દર્દીની સુરક્ષા અને બેસ્ટ-ઇન-ક્લાસ હેલ્થકેર સર્વિસિસ પ્રત્યેની કટીબદ્ધતા દર્શાવે છે.
આ સર્ટિફિકેશન માટે જે મુખ્ય માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યાં તેમાં પિઅર્સ તરફથી હોસ્પિટલ્સની ભલામણ, દર્દીનો અનુભવ, હોસ્પિટલની ગુણવત્તાના મેટ્રિક્સ અને પીઆરઓએમ અમલીકરણની સ્થિતિ સામેલ છે. પીઆરઓએમ દર્દીઓ દ્વારા પૂર્ણ કરાયેલા પ્રમાણભૂત અને માન્ય પ્રશ્નાવલિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે, જેથી જીવનની સુખાકારી અને ગુણવત્તા વિશે તેમની ધારણાનું મૂલ્યાંકન કરી શકાય.
આ એવોર્ડ મેળવતાં અપોલો હોસ્પિટલ્સ, ગુજરાત રિજનના સીઓઓ અને યુનિટ હેડ નીરજ લાલે કહ્યું હતું કે, “આ સર્ટિફિકેશન અમારા કર્મચારીઓના સમર્પણ અને પ્રયાસો તથા બેસ્ટ કેર ડિલિવર કરવા પ્રત્યે તેમની કટીબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારા હોસ્પિટલ ખાતે ક્લિનિકલ રિસર્ચ અને ઇનોવેશનથી સમગ્ર રિજનમાં દર્દીઓના પરિણામોમાં સુધારો થયો છે અને જીવનમાં પરિવર્તન આવ્યાં છે. મેડિસિન સાયન્સને આગળ વધારવાના અમારા ઇતિહાસ અને સિદ્ધિઓ પર મને ગર્વ છે.”
હોસ્પિટલ્સ માટે સ્ક્રિનિંગની પ્રક્રિયા વિશે વાત કરતાં ન્યુઝવીકના ગ્લોબલ એડિટર-ઇન-ચીફ નેન્સી કૂપરે કહ્યું હતું કે, “ન્યુઝવીક અને સ્ટેટિસ્ટાએ રેન્કિંગની ગુણવત્તા અને માન્યતાને સુનિશ્ચિત કરવા માટે જટિલ કાર્યપદ્ધતિ વિકસાવી છે. તેનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં હોસ્પિટલની પ્રતિષ્ઠા અને પ્રદર્શનની ડેટા-આધારિત તુલના પ્રદાન કરવાનો છે. અમને આશા છે કે પોતાના અને પ્રિયજનો માટે બેસ્ટ કેર ઇચ્છતા દર્દીઓ અને પરિવારજનો માટે તેમજ હોસ્પિટલ માટે તે ઉપયોગી સાબિત થશે કારણકે તેઓ પિઅર્સની સામે બેન્ચમાર્ક સ્થાપિત કરે છે.”
અહેવાલ : સંજય જોષી, અમદાવાદ
આ પણ વાંચો : રાજકોટમાં ATS ને મળી મોટી સફળતા, અંદાજે 200 કરોડથી વધુના ડ્રગ્સ સાથે એકની ધરપકડ