ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Swaminarayan Book Controversy : જે ટીપ્પણી લખવામાં આવી તે દુર્ભાગ્યપૂર્ણ છે : શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી

સ્વામીનાયારણ સંપ્રદાયનાં વિવાદિત પુસ્તક મામલે દ્વારકા શારદાપીઠધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનું નિવેદન સામે આવ્યું છે. તેમજ તેમનાં દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી છે.
03:19 PM Mar 23, 2025 IST | Vishal Khamar
featuredImage featuredImage
Swaminarayan Book Controversy gujarat first

મણિનગર સ્વામિનારાયણ મંદિરનાં ગોપાળસ્વામીનાં વાર્તા પુસ્તકમાં દ્વારકાને બદલે વડતાલ જાઉએ વિવાદિત લખાણનો વિરોધ થયો છે. દ્વારકા પીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી (Shankaracharya Swami Sadanand Saraswati) એ આકરી પ્રતિક્રિયા આપી છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પુસ્તકમાં કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે દ્વારકા શારદાપીઠાધીશ્વર જગતગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીએ નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં ધાર્મિક પુસ્તકમાં ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા અંગે જે ટિપ્પણી લખવામાં આવી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમજ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુનાં અવતાર છે. ભગવાન શ્રી કૃષ્ણએ ધરતી પર અવતાર લીદાને 5500 વર્ષ થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો તેને માત્ર 200 થી 250 વર્ષ જેટલો જ સમય થયો છે. સહજાનંદ સ્વામીનાં પૂર્વે કોણ હતું? જે હતું તે સનાતન હતું. સનાતનનાં પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ છે. વજ્રનાભ દ્વારા ભગવાન દ્વારકાધીશનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આજે પણ ત્યાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવે છે.

સ્વામીનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે : મહંત ભાવેશ્વરી માં

વડતાલ (Vadtal) સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદનાં વમળમાં આવ્યો છે. સંપ્રદાયનાં વધુ એક પુસ્તકમાં હિન્દુ દેવી-દેવતા અંગે વિવાદાસ્પદ લખાણ લખી સનાતન ધર્મને (Sanatan Dharma) અપમાનિત કરવાની કોશિશ કરવામાં આવી હોવાનાં આરોપ થયા છે. 'શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો' નાં પુસ્તકમાં 33 નંબરનાં પાનાં પર દ્વારકામાં ( Dwarka) ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ તેવો ઉલ્લેખ કરાયો છે. પુસ્તકમાં વિવાદિત લખાણથી સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિવાદ (Swaminarayan Book Controversy) મુદ્દે હવે મોરબીમાં રામધન આશ્રમનાં મહંત ભાવેશ્વરી માંનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો. સ્વામિનારાયણ સંતો વારંવાર અપમાન કરે છે. સનાતન ધર્મ પર પ્રહાર બંધ કરવા જોઈએ.


વિવાદિત લખાણને લઈ દ્વારકા હોટેલ એસો. માં પણ ભારે રોષ

બીજી તરફ આ મામલે દ્વારકા હોટેલ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોટેલ એસોસિએશનનાં (Dwarka Hotel Association) હોદ્દેદારોએ મંદિર પહોંચી સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. હોટેલ એસોસિએશનનાં સભ્યો અને હોદ્દેદારોએ એક અવાજે સમગ્ર ઘટના અંગે રોષ ઠાલવ્યો હતો અને સ્વામિનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવે તેમ જ દ્વારકા જઈ માફી માંગવામાં આવે તેવી માગ કરાઈ હતી.

આ પણ વાંચોઃ Swaminarayan Book Controversy : તમારી લીટી લાંબી કરવા બીજાની ટુંકી ના કરો : મહંત ભાવેશ્વરી માં

સ્વામીનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવેઃ રાજુ ઝુંઝા

આ બાબતે માલધારી આગેવાન રાજુ ઝુંઝાએ જણાવ્યું હતું કે, પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે કે, દ્વારકામાં ભગવાન છે જ નહી, વડતાલમાં ભગવાન છે. તો આ કઈ રીતે સાબિત કરી શકે કે વડતાલમાં ભગવાન છે. આવા વિવાદિત નિવેદનો કરી હિંદુ સમાજ સમગ્ર સમાજમાં વૈમનસ્ય ઉભું કરવામાં આવી રહ્યું છે. હિંદુ સમાજ આવું સાંખી નહી લે. ત્યારે આ નિવેદનનાં સમગ્ર હિંદુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તેમજ આ જે નિવેદનો કર્યા છે તેને હિંદુ સમાજ કે સર્વ સમાજ સાંખી નહી લે. ભગવાન જે કૃષ્ણ છે તે સમગ્ર સમાજનાં આધિપતિ જે 18 વર્ણનાં આરાધ્ય દેવ છે. સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો આવા હિંદુ દેવી દેવતાઓને નીચા દેખાડી સમાજમાં વૈમનસ્ય ઉભું કરી રહ્યા છે. તેમજ સ્વામીનારાયણ સંતો દ્વારા પુસ્તકોને પરત ખેંચી લેવામાં આવે તેમજ દ્વારકા જઈ માફી માંગવામાં આવે.


દ્વારકા આવીને માફી માંગવી જોઈએઃ માલઘારી આગેવાન

માલધારી આગેવાન રણજીત મૂંઘવાએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય, ભગવાન વિષ્ણું હોય, ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય કે જલારામ બાપા હોય. આ લોકોએ બુકમાં લખવામાં કંઈ બાકી રાખ્યું નથી. સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોમાં તમારી ઓફીસો કેવી છે અને તમે મંદિરમાં શું કામ કરી રહ્યા છો. તો રહી વાત આવ્યાની વડતાલ તો હું તમને કહું તો તમારે ભગવાન શ્રી કૃષ્ણ જોવા હોય તો બાવળિયાથી ધામમાં. બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ હજાર દિકરીઓનાં લગ્ર કર્યા હતા ત્યાં પણ ભગવાને હાજરી આપી હતી. આ લોકોનો જેમ પહેલા હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો હતો. તેમ બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસોમાં હવે બીજા કોઈ ભગવાન માટે આવું ન બોલે. જેમ જલારામ બાપાની આવીને માફી માંગી હતી તેમ દ્વારકા આવીને માફી માંગવી જોઈએ.

આ પણ વાંચોઃ Rajkot : દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે ? વડતાલ સ્વામિનારાયણ મંદિરનું વધુ એક પુસ્તક વિવાદમાં, માલધારી સમાજમાં રોષ

Tags :
Book ControversyGujarat FirstGUJARAT FIRST NEWSRajkot NewsShankaracharya Sadanand Saraswati's StatementVadtal Swaminarayan Temple