ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Harani Lake zone કોર્પોરેશન દ્વારા સીલ કરાયું, એન્ટ્રી એક્ઝિટ પર પ્રતિબંધ

Harani Lake zone: વડોદરામાં બનેલી દૂર્ઘટના મૃત્યુ પામેલા બાળકોના પરિવારના લોકોની આંખમાં હજી આંસુ નથી સકાઈ રહ્યા. સમગ્ર વડોદરા શહેરમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી...
02:49 PM Jan 19, 2024 IST | VIMAL PRAJAPATI
Harani Lake zone

Harani Lake zone: વડોદરામાં બનેલી દૂર્ઘટના મૃત્યુ પામેલા બાળકોના પરિવારના લોકોની આંખમાં હજી આંસુ નથી સકાઈ રહ્યા. સમગ્ર વડોદરા શહેરમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે આ બનાવની કરુણતાને પગલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમણે કડક કાર્યવાહીના નિર્દેશ કર્યા હતાં. જેના ભાગરૂપે અત્યારે 18 આરોપીઓ સામે IPCની કલમ 304, 308 અને 337,338 અને 114 હેઠળ ગુનો દાખલ કરાયો છે.

લેકઝોનની તમામ એન્ટ્રી એક્ઝિટ કરાઈ સીલ

આ સાથે સાથે સમાચાર સામે આવ્યા છે કે, ગુનો દાખલ થયા બાદ Harani Lake zone ની તમામ એન્ટ્રી એક્ઝિટ પાલિકાએ સીલ કરી દીધી છે. આ સાથે સાથે ફુડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, લેકઝોનમાં કોઈ પ્રવેશ કરશે તો ટ્રેસપાસિંગ અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે આ લેકઝોનમાં પ્રવેશબંધ કરાયો હોવાથી દરેકને ત્યાં પ્રવેશ લેવાની મનાઈ કરવામાં આવી છે. તેની સાથે લેકઝોનમાં આવેલી ફુડની પણ તમામ દુકાનો પણ સીલ કરવામાં આવી છે.

પોલીસે આ મામલે ગુનો નોધ્યો હતો

ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલે લેકઝોનના સંચાલકો સહિતના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શુક્રવારે સવારે એફએસએલની ટીમ હરણી લેક ખાતે પહોંચી હતી અને જે બોટમાં બાળકો ડૂબ્યાં હતા તે બોટની ઝીણવટભરી તપાસ કરી હતી. મળતી વિગતો પ્રમાણે 18 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ક્યાંક અંતિમ યાત્રા તો ક્યાંક નીકળી રહ્યો છે ઝનાઝો, સમગ્ર વડોદરામાં આક્રંદ

ત્રણ ભાગીદારો સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાન્ચ સફળ

વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટનાનો મામલે બીજા પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ મેસર્સ કોટિયા કંપનીના ભાગીદારો સુધી પહોંચવામાં સફળ રહ્યું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ ભાગીદારોની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarati NewsHarani HatyakandHarani LakeHarani lake zoneHarani Update
Next Article