Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SCAM : રાજકીય પક્ષોના નામે થયું 1000 કરોડનું કૌભાંડ, દાન લઈને કરાતી ટેક્સ ચોરીનો થયો પર્દાફાશ

1000 CRORES SCAM : આપણે સમાચાર પત્રોમાં અને ન્યુઝ ચેનલના માધ્યમથી અવાર નવાર થતા કૌભાંડો વિશે સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. હવે વધુ એક કૌભાંડનો ભાંડાફોડ થયો છે. દાન લઈને ટેક્સ ચોરીના કૌભાંડનો ( SCAM ) પર્દાફાશ હવે થયો છે....
11:49 AM May 29, 2024 IST | Harsh Bhatt

1000 CRORES SCAM : આપણે સમાચાર પત્રોમાં અને ન્યુઝ ચેનલના માધ્યમથી અવાર નવાર થતા કૌભાંડો વિશે સાંભળતા કે વાંચતા હોઈએ છીએ. હવે વધુ એક કૌભાંડનો ભાંડાફોડ થયો છે. દાન લઈને ટેક્સ ચોરીના કૌભાંડનો ( SCAM ) પર્દાફાશ હવે થયો છે. આ કૌભાંડ નાનું મોટું નહીં પરંતુ એક હજાર કરોડનું કૌભાંડ છે. વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યાં બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતા 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયાની વિગતો સામે હાલમાં આવી રહી છે. આ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે 2 ની ધરકપડ કરીને તેમને પાંચ દિવસના રિમાન્ડ ઉપર લીધા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

દાનમાં મળેલ રકમને કમિશન લઈ દાતાઓને રકમ ટ્રાન્સફર કરી આપતા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કૌભાંડ કરનાર આરોપીઓએ પહેલા રાજકીય પાર્ટીના નામે દાન ઊગરાવ્યું હતું અને ત્યાર બાદ દાનમાં મળેલ હોવાથી ઈન્કમટેક્ષની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું. આ ગુનાખોરો દાનની રકમ રાજકીય પક્ષના ખાતામાં નાખતા અને ત્યાર બાદ તેઓ કમિશન લઈને દાતાઓને રકમ ટ્રાન્સફર કરી આપતા હતા. સમગ્ર મામલાની જાણ CID ક્રાઇમને થતાં તે તરત એક્શનમાં આવી હતી અને આ મામલે તેમણે ઉમંગ દરજી અને પ્રકાશ સોનીને ઝડપી પાડયા હતા. તેમને હાલ 5 દિવસના રિમાન્ડ ઉપર રાખવામાં આવ્યા છે. સમગ્ર મામલામાં 15 રાજકીય પક્ષના હોદ્દેદારો પણ આરોપી છે.

કોને કઈ રાજકીય પાર્ટીના નામે પૈસા ઉઘરાવ્યા (આરોપી)

SCAM ના મુખ્ય આરોપી :

ઉમંગ દરજી
વિપુલ શાહ
ઝહીર રાણા
કંદન મુદલઈ
દિપક ચોક્સી
રેનીલ પારેખ
ધુલારામ વેધ

આ પણ વાંચો : VADODARA : કારેલીબાગ આવાસ યોજનાના મકાનોની ફાયર NOC શંકાના દાયરામાં

Tags :
1000 CR1000 CR SCAMarrestedBIG NEWSCID CrimeexposedGujarat FirstNEW SCAMPOLITICAL PARTIESscam News
Next Article