Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાવરકુંડલા : 8 વર્ષની બાળકીને ફાડી ખાતો આદમખોર સિંહ વનવિભાગે બે કલાકની જહેમત બાદ પકડી પાડ્યો

અહેવાલ - ફારુક કાદરી દેશની આન બાન અને શાન ગણાતા જંગલના રાજા સિંહે એક નિર્દોષ બાળકીને પીંખી નાખી હોવાની ઘટના સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં ઘટી હતી. 8 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતા બાળકીનું પ્રાણ ખંખેરી ઉડી જવા પામ્યું હતું....
09:55 PM Nov 03, 2023 IST | Hardik Shah

અહેવાલ - ફારુક કાદરી

દેશની આન બાન અને શાન ગણાતા જંગલના રાજા સિંહે એક નિર્દોષ બાળકીને પીંખી નાખી હોવાની ઘટના સાવરકુંડલાના આદસંગ ગામની સીમમાં ઘટી હતી. 8 વર્ષની બાળકી પર સિંહે હુમલો કરતા બાળકીનું પ્રાણ ખંખેરી ઉડી જવા પામ્યું હતું. બે કલાકની જહેમત બાદ વનવિભાગ દ્વારા આદમખોર બનેલા સિંહને ટ્રાંગ્યુંલાઈજ કરીને પાંજરે પૂરવામાં વણવજિયાગ સફળ થયેલ હતું.

જાણવા મળતી માહિતી પ્રમાણે સાવરકુંડલાના આદસંગ ગામે સાવજભાઈ રામની વાડીમાં ખેતીકામ કરતા શ્રમિક પરિવારની દીકરી કુંજલબેન વિપુલભાઈ ગુજરિયા ઉ.વ. 8 પોતાની વાડીમાં હતી. ત્યારે અચાનક એક ડાલામથ્થો સિંહ આવીને કુંજલને પકડીને ઢસડીને લઈ જતા હો હા દેકારો કરવા છતાં સિંહ ટસનો મસ થયો ના હતો અને બાળકીને પીંખી નાખી હતી. બાદ આ સિંહ હુમલાની ઘટના અંગે ધારાસભ્ય મહેશ કસવાળાને જાણ કરતા સંબધિત તંત્રના અધિકારીઓ અને વનમંત્રી સુધી જાણ કરીને તાકીદે માનવ ભક્ષિ સિંહને પકડવા વનવિભાગ દોડતું થયું હતું.

બે કલાકની જહેમત બાદ વનવિભાગ દ્વારા સિંહને ટ્રાંગ્યુંલાઈજ બેભાન કરીને સિંહને પાંજરે પુરવામાં વનવિભાગ સફળ થયેલા હતું. ત્યારે સિંહોના માનવ પરના હુમલાઓને લઈને આદસંગ વાસીઓમાં ભયનું લખલખું પ્રસરી ગયેલ હતું. એક તરફ ખેતીની સિજન ઉપરથી વન્યપ્રાણીઓનો ડર વચ્ચે સિંહ માનવભક્ષી બનતા આદસંગ આજુબાજુના ખેડૂતો અને ખેત મજુરો થર થર કંપી ઊઠયા હતા. વનવિભાગ દ્વારા બે કલાકનું દિલધડક ઓપરેશન કરીને સિંહને પાંજરે પુરવામાં સફળ સાબિત થયેલ હતું.

આ પણ વાંચો - રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ બન્યું રાજયનું પ્રથમ “દીકરી ગામ”

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
8 year old girlChild-eating lionforest departmentGujarat FirstSavarkundlaSavarkundla News
Next Article