Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદ ! PHD નો અભ્યાસ પૂર્ણ કરતા પહેલા જ PHD પૂર્ણ કર્યાનું આપવામાં આવ્યું સર્ટિફિકેટ

અહેવાલ - રહિમ લાખાણી રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદોનું ઘર હોય એમ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી વિવાદ માન શાંત પડ્યો ત્યાં જ વધુ એક વિવાદ સામે આવ્યો PHD ના વિદ્યાર્થીની નિયમ કરતા...
10:47 AM Oct 09, 2023 IST | Hardik Shah

અહેવાલ - રહિમ લાખાણી

રાજકોટ ની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદોનું ઘર હોય એમ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભરતી વિવાદ માન શાંત પડ્યો ત્યાં જ વધુ એક વિવાદ સામે આવ્યો PHD ના વિદ્યાર્થીની નિયમ કરતા વહેલી ડિગ્રી આપી દેતા આખો વિવાદ સામે આવ્યો. અન્ય વિદ્યાર્થીઓને જાણ થતા વિદ્યાર્થીઓ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રજૂઆત કરવા પોહચિયા હતા.

ડિગ્રી અપાઈએ વિદ્યાર્થિની ક્યાની છે અને ક્યારે સબમિસન પૂર્ણ થાય છે

PHD પૂર્ણ કર્યા પહેલા ડિગ્રી જે આપી દેવામાં આવી એ વિદ્યાર્થિની કેશોદ ની હોવાનું સામે આવ્યું છે અને સંસ્કૃત વિષય પર PHD કરતી હતી..વિદ્યાર્થિની નાં ગાઈડ તરીકે દેરડી ની માતુંશ્રી શાંતાબેન આર્ટસ કોલેજ ના અધ્યાપક ડો.આર.બી.સોલંકી હોવાનું સામે આવ્યુંછે..PHD ના રજીસ્ટ્રેશન માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. PHD નું સબમિસન જાન્યુઆરી 2024 કરવાનું છે.

વિદ્યાર્થીની પર કેમ આવ્યો યુનિવર્સિટીને પ્રેમ

સરકાર દ્વારા સપ્ટેમ્બરમાં 531 જગ્યા ઉપર ભરતી બહાર પડી હતી તેમાં લાભ લેવા વહેલી ડિગ્રી આપવામાં આવી.

સરકારે ગુજરાતની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની મોટી ભરતી બહાર પાડી હતી. સપ્ટેમ્બરમાં અધ્યાપક સહાયકની 27 વિષયની 531 જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં ફોર્મ ભરવાનો 2 ઓક્ટોબરે છેલ્લો દિવસ હતો. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને 5 વર્ષ માટે માસિક 40176 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. અધ્યાપક સહાયકની ભરતીમાં સૌથી વધુ કોમર્સ/એકાઉન્ટન્સીની 130 જગ્યા, ઇકોનોમિક્સની 78, અંગ્રેજીની 58 હિન્દીની 32, ગુજરાતીની 61, સંસ્કૃતની 26, હિસ્ટ્રીની 19 સહિત જુદા જુદા વિષયની કુલ 531 જગ્યા માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી. તેમાં લાભ લેવા વહેલું PHD પૂર્ણ કરાવી દેવામાં આવ્યું.

વિવાદ સામે આવતા ડે. રજિસ્ટ્રારે લખ્યો માફી પત્ર

શું લખ્યું માફી પત્રમાં

PHD બીજા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ત્યારે યુનિવર્સિટીના ડે. રજિસ્ટ્રાર અમિત પારેખે લેખિતમાં માફીપત્ર આપવું પડ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, એક વિદ્યાર્થિનીની પીએચ.ડીની થીસિસ સમય મર્યાદા પહેલા ન એટલે કે વર્ષ 2024માં જાન્યુઆરી મહિનામાં જમા કરવાનો હતો તેના બદલે યુનિવર્સિટીની ભૂલને કારણે નોટિફિકેશનમાં નાયબ કુલસચિવ- અમિત પારેખ એટલે કે હું જવાબદાર વ્યક્તિ તરીકે સહી કરેલ છે, નોટિફિકેશન બહાર પાડવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારું છું.

જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાત કરતા જ પીએચડી ના વિદ્યાર્થીઓ દ્વારા કુલ પતિને પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંદર અનેક એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે 2020 ની અંદર પીએચડી એડમિશન લીધું છે પરંતુ 2013 ની અંદર જ તેમને પીએચડીનું પૂર્ણ કર્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે જેને લઈને પણ તપાસ કરવા કુલપતિને લેખિતમાં અરજી આપવામાં આવી છે ત્યારે જોવાનું હોય છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જૈવિક કમ્પેર ફુલ આચરનાર ડેપ્યુટી રજીસ્ટર સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે કે પછી માફી પત્ર જ એ એમની માફી રહેશે.

આ પણ વાંચો - ‘પાયાના લોકો સુધી પહોંચવાની ભારત સરકારની કામગીરી ખુબજ પ્રશંસનીય છે’હિમાચલના રાજ્યપાલે કહ્યું આ જ અમૃતકાળ છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
controversyPHD StudentRAJKOTRajkot NewsSaurashtra UniversitySaurashtra University controversy
Next Article