Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સહકારથી સમૃદ્ધિના દ્વાર ખોલતી સરહદ ડેરી, ઐતિહાસિક 1100 કરોડનું નોંધાયું ટર્ન ઓવર

Sarhad Dairy News : કચ્છ જિલ્લા (Kutch District) ની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચુકેલા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” (Sarhad Dairy) દ્વારા વર્ષ 2022-23 ની તુલનામાં વર્ષ...
સહકારથી સમૃદ્ધિના દ્વાર ખોલતી સરહદ ડેરી  ઐતિહાસિક 1100 કરોડનું નોંધાયું ટર્ન ઓવર

Sarhad Dairy News : કચ્છ જિલ્લા (Kutch District) ની પશુપાલકોની જીવાદોરી અને નિયમિત આવકનો પર્યાય બની ચુકેલા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” (Sarhad Dairy) દ્વારા વર્ષ 2022-23 ની તુલનામાં વર્ષ 2023-24 ના ટર્ન ઓવર (turnover) માં 20% નો વધારો થયો છે. તેમજ દૂધ સંપાદન (milk procurement) માં ગત વર્ષની તુલનામાં 15% નો વધારો થયો છે.

Advertisement

સરહદ ડેરી (Sarhad Dairy) દ્વારા વર્ષ 2022-23 ના નાણાકીય વર્ષમાં દૈનિક 3,84,319 લી. પ્રતિદિન દૂધ ઉત્પાદન સાથે ટર્નઓવર 914.26 કરોડ થયેલ હતું, જે વર્ષ 2023-24 માં દૈનિક 4,42,901 લિટર દૂધ અને 1100 કરોડ (પ્રો) રૂપિયાનું વાર્ષિક ઊથલો નોંધવેલ છે. જે ગત નાણાકીય વર્ષની તુલનામાં ઊથલામાં 20% નો વધારો તેમજ દૂધ સંપાદનમાં 15% નો વધારો દર્શાવે છે. આ પ્રકારે વિક્રમજનક ઐતિહાસિક ટર્નઑવર નોંધાયું છે, જે કચ્છ ના પશુપાલકો માટે નવો જ કીર્તિમાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઊંટડીના દૂધમાં પણ ચાલુ વર્ષે 24 % નો દૂધ ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. જે પુરવાર કરે છે કે ઊંટપાલકોના જીવનધોરણને ઊંચું લઈ જવામાં સરહદ ડેરી (Sarhad Dairy) મહત્વનો ભાગ ભજવી રહી છે.

Advertisement

આ બાબતે GCMMF (Amul Federation) ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, દૂધ સંઘ દ્વારા પશુપાલકોના સાથ અને સહકારથી દૂધ સંઘ દ્વારા સિધ્ધી હાંસલ કરેલ છે અને ચાલુ વર્ષે ગુજરાત તથા કેન્દ્ર સરકારના સહયોગથી કચ્છ જિલ્લામાં છેવાડા સુધી નર્મદાના નીર આવ્યેથી પિયતનો લાભ ખેડૂતો તથા પશુપાલકોને મળતા આગામી વર્ષમાં દૂધ સંઘ દ્વારા 1350 કરોડના વાર્ષિક ઊથલાનો લક્ષ્ય રાખી અને આગળ વધવા જણાવ્યુ છે. દૂધ સંઘ દ્વારા વખતો વખત પશુપાલકો અને દૂધ ઉત્પાદકોના હિતાર્થે વિવિધ નિર્ણયો લેવામાં આવે છે.

હાલમાં દૂધ સંઘ દ્વારા ચાંદરાણી ખાતે નવા આઇસ્ક્રીમ પ્લાન્ટ કે જેની દૈનિક કેપેસિટી 70 હજાર લિટર છે કે જેનું તાજેતરમાં GCMMF ની સુવર્ણજયંતિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ જેનાથી રોજગારીના નવા દ્વાર ખૂલ્યા છે. આ વિક્રમજનક ઐતિહાસિક ટર્નઓવર માટે વલમજીભાઈ હુંબલે તમામ પશુપાલકો, મંડળી સંચાલકો, ડાયરેક્ટરશ્રીઓ, સાંસદસભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા, તમામ ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ, અમૂલ ફેડરેશન, કર્મચારીઓ, અધિકારીઓ, ગુજરાત સરકારશ્રી તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં આવો જ વિકાસરૂપી સહકાર મળતો રહે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

અહેવાલ - કૌશિક છાયા

આ પ વાંચો - સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છવાયો

આ પણ વાંચો - Amul Vagad: ડેરીઓના ખાનગી સંચાલકોની ગેરરીતિ સામે વાગડ-મેવાડના ખેડૂતોનો રોષ!

Tags :
Advertisement

.