ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સેલ્સમેનને બે અજાણ્યા ઈસમોએ આંખમાં મરચું નાખી 3.55 લાખ રૂપિયાની લૂંટ ચલાવી

અહેવાલ - ગજેન્દ્ર ખાચર ગઢડા તાલુકાના લાખણકા-અડતાળા વચ્ચે બાઇક લઈને જતા સેલ્સમેનને બે અજાણ્યાં ઈસમોએ આંખમાં મરચું નાખી 3.55 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે સેલ્સમેને ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા અલગ...
05:13 PM Nov 04, 2023 IST | Hardik Shah

અહેવાલ - ગજેન્દ્ર ખાચર

ગઢડા તાલુકાના લાખણકા-અડતાળા વચ્ચે બાઇક લઈને જતા સેલ્સમેનને બે અજાણ્યાં ઈસમોએ આંખમાં મરચું નાખી 3.55 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ તે ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે સેલ્સમેને ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી.

જસદણ શહેરમાં આવેલ દામોદર ઓઈલ મીલનો સેલ્સમેન નારણભાઈ કુમાખાણીયા ગઢડા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં તેલ માટેના ઓડરો તેમજ ઉઘરાણી ની કામગીરી કરે છે. ત્યારે ગત રાત્રીના આ સેલ્સમેન તેલના ઓડરો તેમજ ઉઘરાણી કરવા આવેલ હોય અને ઉઘરાણીની રકમ 3.55 લાખ કરી જસદણ બાઇક લઈને પરત જવા નીકળેલ હોય ત્યારે સેલ્સમેન બાઇક લઈને લાખણકા -અડતાળા ગામ વચ્ચે પોહચતા ચાલીને જતા બે અજાણ્યા ઈસમોએ આંખમાં મરચુ નાખી દેતા સેલ્સમેન નીચે પડી ગયેલ અને તેના હાથમાંથી પેસા ભરેલ બેગ નીકળી જતા બને અજાણ્યા ઈસમો પેસા ભરેલ બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. જે બનાવ અંગે સેલ્સમેન નારણ ભાઈ કુમાખાણીયાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં બે અજણાયા ઈસમો વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવેલ છે.

ગઢડાના લાખણકા-અડતાળા વચ્ચે જે પ્રમાણે લૂંટની ઘટના બનેલ અને આ મામલે પોલીસ ને જાણ થતાં બોટાદ ડી.વાય.એસપી, એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ ગઢડા પોલીસ ડોગ સ્કોડ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે.હાલ તો પોલીસ દ્વારા અલગ અલગ ટિમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BotadBotad NewsGujarat Firstrobbed of Rs 3.55 lakhSalesmantwo unidentified men
Next Article