Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SABARKANTHA : લગ્નમાં નાચવાને લઇ થયેલી બબાલમાં 17 સામે ફરીયાદ

SABARKANTHA : પોશીના (SABARKANTHA - POSHINA) તાલુકાના આંજણી ગામે 15 દિવસ અગાઉ લગ્નના વરઘોડામાં વર અને કન્યા પક્ષના લોકો ડીજે વાગતુ હતુ. ત્યારે નાચતા હતા દરમ્યાન એક શખ્સ આજ વખતે છરી લઈને આવી જતાં અન્ય એક જણાએ કોઈને વાગી જશે...
sabarkantha   લગ્નમાં નાચવાને લઇ થયેલી બબાલમાં 17 સામે ફરીયાદ

SABARKANTHA : પોશીના (SABARKANTHA - POSHINA) તાલુકાના આંજણી ગામે 15 દિવસ અગાઉ લગ્નના વરઘોડામાં વર અને કન્યા પક્ષના લોકો ડીજે વાગતુ હતુ. ત્યારે નાચતા હતા દરમ્યાન એક શખ્સ આજ વખતે છરી લઈને આવી જતાં અન્ય એક જણાએ કોઈને વાગી જશે તેમ કહેતાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેની અદાવત રાખીને ૧૭ જણાએ એકસંપ થઈને આવી લગ્નની વિધી ચાલતી હતી, ત્યારે તલવાર અને પથ્થરો લઈ આવી દેકારો મચાવતાં મામલો ગરમાયો હતો. ત્યારબાદ ઝઘડાનું સમાધાન ન થતાં પોશીના તાલુકાના વલસાડી ગામના રહીશે મંગળવારે આંજણી ગામના ૧૭ જણા વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

Advertisement

વાગી જશે તેમ કહેતાં ઉશ્કેરાઈ ગયા

આ અંગે વલસાડી ગામના અજાભાઈ નાનાભાઈ બુંબડીયાએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા.૯ જુલાઈના રોજ સાંજના સુમારે આંજણી ગામના ખાદરાફળોમાં તેમના દિકરાનું લગ્ન હોવાને નાતે વર અને કન્યા પક્ષની હાજરીમાં ડીજેના તાલે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વખતે આંજણી ગામમાં રહેતા જીગરભાઈ પોપટભાઈ બુંબડીયા હાથમાં છરી લઈને નાચતા હતા. જેથી જોઈતાભાઈએ છરી કોઈકને વાગી જશે તેમ કહેતાં જીગરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને જોઈતાભાઈને ગાળો બોલવાનું શરૂ કર્યુ હતુ. જેથી અન્ય લોકો જીગરભાઈને લઈને વરઘોડામાંથી બહાર જતા રહ્યા હતા.

હુમલો કરી ઈજા પહોંચાડી

ત્યારબાદ અજાભાઈ બુંબડીયાના માણસો લગ્નની વીધી કરતા હતા, ત્યારે આંજણી ગામના ૧૭ જણાએ અદાવત રાખીને ગેરકાયદે મંડળી રચી તલવાર અને પથ્થરો લઈને જયાં લગ્નની વિધી ચાલતી હતી, ત્યાં ધસી આવ્યા હતા. અને બુમાબુમ કરીને દેકારો મચાવી દીધો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે થયેલી બોલાચાલી બાદ કેટલાક લોકો ગાળો બોલતા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતાં મુકેશભાઈ બાબુભાઈ બુંબડીયાએ મ્યાનમાંથી તલવાર કાઢી જયંતિભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ મુકેશભાઈએ લાકડીથી માનાભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ ફરીયાદમાં કરાયા બાદ વર અને કન્યા પક્ષના કેટલાક લોકોએ ઘટના બની તે પછી સામાજીક રાહે સમાધાન કરવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ સમાધાન ન થતાં આખરે અજાભાઈએ આંજણીના ૧૭ જણા વિરૂધ્ધ મંગળવારે પોશીના પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Advertisement

કોની વિરૂધ્ધ ફરીયાદ કરાઈ

પોપટભાઈ ભોયલાભાઈ બુંબડીયા, શામળભાઈ બાબુભાઈ બુંબડીયા, કાળાભાઈ દીતાભાઈ બુંબડીયા, શંકરભાઈ સોમાભાઈ બુંબડીયા, લાઘાભાઈ સોમાભાઈ બુંબડીયા, બેચરભાઈ જોગાભાઈ બુંબડીયા, જીગરભાઈ પોપટભાઈ બુંબડીયા, સેજુભાઈ ઉદાભાઈ બુંબડીયા, ઉસીયાભાઈ લાઘાભાઈ બુંબડીયા, રામાભાઈ હામીરાભાઈ બુંબડીયા, વિજાભાઈ લલ્લુભાઈ બુંબડીયા, મુકશેભાઈ બાબુભાઈ બુંબડીયા, બાબુભાઈ શાંમળાભાઈ બુંબડીયા, રાહુલભાઈ પોપટભાઈ બુંબડીયા, દેશાભાઈ લલ્લુભાઈ બુંબડીયા, હામીરાભાઈ જોગાભાઈ બુંબડીયા, કાનાભાઈ જોગાભાઈ બુંબડીયા (તમામ રહે.આંજણી)

અહેવાલ -- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કન્સ્ટ્રક્શન સાઇટ પર રમતી બાળકીનું પટકાતા મોત

Tags :
Advertisement

.