Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છવાયો

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લાની સંયુકત ગણાતી સાબરડેરી (Sabar Dairy) એ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ઘીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ 14 માર્ચ ગુરૂવારથી લાગુ થઇ જશે. જે મુજબ અમૂલ (Amul) અને સાબર ઘી (Sabar Ghee) ના...
સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છવાયો

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લાની સંયુકત ગણાતી સાબરડેરી (Sabar Dairy) એ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ઘીના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. જેનો અમલ 14 માર્ચ ગુરૂવારથી લાગુ થઇ જશે. જે મુજબ અમૂલ (Amul) અને સાબર ઘી (Sabar Ghee) ના લુઝ ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 25 ઘટાડો કર્યો છે. જયારે 15 કિલો ડબ્બાના ભાવમાં અંદાજે રૂપિયા 375 નો ઘટાડો કરવાનું નક્કી કર્યુ છે.

Advertisement

આમ 3 મહિનામાં ઘીના ભાવમાં બીજી વખત ઘટાડો થયો છે.આ અંગે સાબરડેરી (Sabar Dairy) ના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઘીના ગ્રાહકોને મોંઘવારીનો માર વધુ સહન ન કરવો પડે તે માટે સાબરડેરીના સત્તાવાળાઓ હંમેશા ચિંતીત હોય છે. ત્યારે ગત તા.17-01-2024 ના રોજ ઘીના ભાવમાં ઘટાડો કર્યો હતો. જે મુજબ પ્રતિ 1 કિલો લુઝ ઘીનો ભાવ અંદાજે રૂપિયા 625 હતો. જેથી તેમાં ઘટાડો કરીને પ્રતિ કિલોએ રૂપિયા 25 વધુ ઘટાડ્યા છે. જેથી હવે પછી નવો ભાવ પ્રતિ 1 કિલોનો ભાવ અંદાજે રૂપિયા 600 થશે. જયારે 15 કિલો લુઝ ઘીના ડબ્બાનો ભાવ અગાઉ અંદાજે રૂપિયા 9,375 હતો, તે નવા ભાવ મુજબ રૂપિયા 9,000 માં પ્રતિ 15 કિલોનો ડબ્બો ખરીદી શકાશે.

અહેવાલ - યશ ઉપાધ્યાય

Advertisement

આ પણ વાંચો - SABARKANTHA : સાબરડેરીની ચુંટણીમાં15 વિભાગના ઉમેદવારો બિનહરીફ બન્યા

આ પણ વાંચો - Sabarkantha : સાબરડેરીના વર્તમાન ચેરમેન અને મેઘરજ બેઠક બિનહરીફ, માન્ય ઉમેદવારોને મેન્ડેટનું ટેન્શન શરૂ!

Advertisement

આ પણ વાંચો - Sabar Dairy Election: સાબરડેરીની ચૂંટણી, સુધારેલા પેટાકાયદાથી ઉમેદવારો ગડમથલમાં

Tags :
Advertisement

.