Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Russia Youth Festival: રશિયાથી પરત ફરેલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતાનું બનાસકાંઠામાં ભવ્ય સ્વાગત કરાયું

Russia Youth Festival: Russia માં ભવ્ય યુવા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 01-03-2024 થી 07-03-2024ની વચ્ચે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના કુલ 190 દેશના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ 190 દેશમાં ભારતના યુવાનોને પણ સ્થાન...
04:42 PM Mar 17, 2024 IST | Aviraj Bagda

Russia Youth Festival: Russia માં ભવ્ય યુવા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 01-03-2024 થી 07-03-2024ની વચ્ચે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિશ્વના કુલ 190 દેશના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ 190 દેશમાં ભારતના યુવાનોને પણ સ્થાન મળ્યું હતું.

આ યુવા મહોત્સવમાં ભારતના કુલ 360 યુવાનોએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાંથી 15 યુવાનો ગુજરાતના હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ઢીમા ગામના યુવકનું આ 15 યુવાનોમાં સમાવેશ થયો હતો. ત્યારે ગામમાં પરત ફરતા જિલ્લા ક્ષેત્રે યુવક હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

એક સાથે વિશ્વને એક મંચ પર મળવાનું સૌભાગ્ય મળ્યું

જ્યાં યુવાનનું વિવિધ પુષ્કર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે યુવાને જણાવ્યું હતું કે, ત્યાં કઈ રીતે યુવા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. તેના વિશેની ગામ લોકો સહિત બાળકોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. ત્યાં એક સાથે વિશ્વને એક મંચ પર મળવાનું સૌભાગ્ય મળ્યું હતું. શિક્ષણ,પર્યાવરણ, ટેક્નોલોજી, આરોગ્ય અને વિશ્વ એક પરિવારની ભાવનાને સાર્થક કરવાનો પ્રયત્ન અને પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા.

Russiaએ સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મોકલ્યું હતું

જોકે રશિયન સરકારે આવવા અને જવા માટે સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મોકલ્યું હતું. વિશ્વના તમામ દેશો સમૃદ્ધ અને સશક્ત બને, પર્યાવરણ જાગૃતિ કેળવાય, આરોગ્ય વિષયક અને ટેકનોલોજી વિષયક તેમજ શિક્ષણની ગુણવત્તાને વધુ સમૃદ્ધ કેવી રીતે બનાવી શકાય તેમજ માનવીય મૂલ્યોનું જતન કેવી રીતે કરી શકાય વગેરે જેવા વિષયો પર કોન્ફરન્સો યોજવામાં આવી હતી.

કાર્યક્રમમાં નામી અનામી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

વિશ્વના 190 દેશના 20000 યુવાનો એ પોતાના વિચારો થકી એકબીજાને જાણવાના અને વિશ્વ એક પરિવારની ભાવનાને સાર્થક કરવાના નમ્ર પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જો કે શાળામાં સ્વાગત દરમિયાન વિવિધ શાળાઓના આચાર્ય, એસએમસીના અધ્યક્ષ ઠક્કર દશરથભાઈ બ્રાહ્મણ સહિતના નામી અનામી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યસપાલસિંહ વાઘેલા

આ પણ વાંચો: Vishwa Umiya Dham : પાલનપુરમાં પાટીદારોનો ‘આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના’ અભિયાન કાર્યક્રમ, આરોગ્યમંત્રી-સંસ્થા પ્રમુખની હાજરી

આ પણ વાંચો: VADODARA : બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી, જાણો કોને ટેકો આપશે

આ પણ વાંચો: DAHOD : સામાજિક સમરસતાના ભાવ સાથે મહિલાઓએ ફાગોત્સવ ઉજવ્યો

Tags :
BanaskanthaGujaratGujaratFirstrussiaRussia PresidentialRussia Youth FestivalSchoolStudents
Next Article