ગોંડલમાંથી રૂરલ SOG બ્રાન્ચે 5 કિલો ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
આગામી સમયમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) યોજાનાર હોય, જે ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે પસાર થાય તે હેતુસર રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ (Rajkot Range IG Ashok Kumar Yadav) દ્વારા ગેરકાયદેસર માદક- પદાર્થ રાખી હેરાફેરી કે વેચાણ કરતા શખ્સો ઉપર વોચ રાખવામાં આવી હતી. આ સાથે કાયદેસર કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય, તેમજ હાલ રાજ્યમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને વધતો અટકાવવા માટે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા એન.ડી.પી.એસ. એકટ મુજબના વધુમાં વધુ કેસો કરવા સુચના આપેલ હતી. જે અનુસંધાને રાજકોટ રૂરલ એસ.ઓ.જી શાખા (Rajkot Rural SOG branch) ની ટીમ ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન ખાનગી રાહે હકિકત મળેલ કે, ગોંડલ વોરાકોટડા રોડ, હુડકો સોસાયટી રહેતા અને ડ્રાઇવિંગનો ધંધો કરતા અકરમ રફીકભાઈ રાઠોડ ઉ.વ.33 એ પોતાના રહેણાક મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થનો જથ્થો વેચાણ અર્થે રાખેલ છે. બાતમી આધારે દરોડો પાડતા આરોપીના ઘરમાંથી રૂ.54,350ની કિંમતનો 5 કિલો 435 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આરોપી પાસેથી રૂ.10,500ના બે મોબાઈલ ફોન સાથે કુલ રૂ.64,850નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો અને ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે, તે છાપરા પાસે આવેલી કોઈ કંપની માટે જૂની ટાયર ટ્યુબ ભરવા ટ્રક લઈ ઓરિસ્સાના કટક ગયો હતો. ત્યાંથી ગાંજો લાવ્યો હતો. આ કામગીરી એસઓજી પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ. જયવીરસિંહ રાણા, અતુલભાઇ ડાભી, સંજયભાઇ નીરંજની, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ વેગડ, હિતેશભાઇ અગ્રાવત, અરવિંદભાઇ દાફડા, ભગીરથસિંહ જાડેજા, અમિતભાઈ કનેરીયા, કોન્સ્ટેબલ વિજયગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ ખાચર, ચિરાગભાઇ કોઠીવાર, રઘુભાઇ ઘેડ, ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, ડ્રા.હેડ કોન્સ્ટેબલ નરશીભાઇ બાવળીયા દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ - વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો - પાણપુરની સીમમાં રક્ષીત જંગલમાં પુરાણ કરવા બાબતે ઝઘડો થતાં બે લોકો વિરૂદ્ધ ફરીયાદ
આ પણ વાંચો - ગોંડલમાં લોકોની તરસ છીપાવતા દેવાભાઈ, કહ્યું- લોકોને પાણી પીવડાવીને ઋણ ચુકવું છું