ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Road Accident : ડીસા અને પાટણમાં ગમખ્વાર અકસ્માત, દંપતી સહિત કુલ 3 નાં મોત

આ અકસ્માતમાં બાઇકસવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, માસૂમ દીકરીનો આબાદ બચાવ થયો હતો.
06:57 PM Apr 13, 2025 IST | Vipul Sen
આ અકસ્માતમાં બાઇકસવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, માસૂમ દીકરીનો આબાદ બચાવ થયો હતો.
featuredImage featuredImage
Accident_Gujarat_first
  1. ડીસા અને પાટણમાં ગોઝારા અકસ્માતની બે ઘટનાઓમાં કુલ 3 નાં મોત (Road Accident)
  2. ડીસામાં એક્ટિવાસવાર માતા-દીકરીને અક્સમાત નડતા માતાનું મોત
  3. પાટણમાં બાઇકસવાર પરિવાર ટ્રેલરની અડફેટે આવતા દંપતીનું મોત
  4. જ્યારે દીકરીનો આબાદ બચાવ, બંને ઘટનામાં પોલીસે તપાસ હાથ ધરી

ઉત્તર ગુજરાતમાં આજે ગમખ્વાર અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં (Road Accident) કુલ 3 લોકોનાં મોત નીપજ્યા છે. બનાસકાંઠા જિલ્લાનાં ડિસામાં (Deesa) આખોલ ચાર રસ્તા પાસે એક્ટિવા સવાર દીકરી અને માતાને અકસ્માત નડતા બ્રિજની નીચે પટકાતા માતાનું મોત નીપજ્યું છે. જ્યારે, દીકરીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અન્ય ઘટનામાં પાટણનાં (Patan) ચાણસ્મા તાલુકામાં અકસ્માતમાં બાઈકસવાર દંપતીનું મોત નીપજ્યું છે. જ્યારે, બાળકી ઘાયલ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. આ બંને ઘટનામાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Patan : પૂર્વ MLA બળદેવજી ઠાકોરના આકરા પ્રહાર, કહ્યું -સમાજની વાતો કરનારાઓનું ભાજપમાં..!

દીકરીએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત, માતાનું મોત

પ્રથમ ઘટનાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના (Banaskantha) ડિસામાં આવેલ આખોલ ચાર રસ્તા ઓવરબ્રીજ પરથી માતા અને દીકરી એક્ટિવા પર સવાર થઈ જઈ રહ્યા હતા. દરમિયાન, દીકરીએ એક્ટિવાનાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પાછળ બેસેલી માતા બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ (Deesa Civil Hospital) બાદ વધુ સાવરા માટે પાલનપુર ખસેડવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક મહિલાની ઓળખ ભીલડીનાં જોસનાબેન બળવંતભાઈ રાવળ તરીકે થઈ છે.

આ પણ વાંચો - Narmada: આઝાદીનાં વર્ષો બાદ પણ વિકાસ માટે વલખા મારતુ ગામ, ચોંકાવારા દ્રશ્યો આવ્યા સામે, જુઓ વીડિયો

ટ્રેલર-બાઇક વચ્ચે અકસ્માત થતાં દંપતીનું મોત, બાળખીનો આબાદ બચાવ

ગોઝારા અકસ્માતની અન્ય ઘટના પાટણથી (Patan) સામે આવી છે. માહિતી અનુસાર, પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં માતા-પિતા અને દીકરી એક બાઇક પર સવાર થઈ જઈ રહ્યા હતા. દરમિયાન, કારેડા ગામ પાસે એક ટ્રેલરનું ટાયર ફાટતા ડ્રાઇવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ટ્રેલર બાઇક સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં (Road Accident) બાઇકસવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે, માસૂમ દીકરીનો આબાદ બચાવ થયો હતો. બાળકીને ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી હતી. અક્સમાતને પગલે લોકોનાં ટોળેટોળા ઊમટી પડ્યા હતા. પોલીસે લોકોને દૂર કરી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ભોગ બનેલ દંપતીમાં પુરુષનું નામ અર્જુન મોદી અને મહિલાની ઓળખ ચંદાબેન મોદી તરીકે થઈ છે. આ મોદી પરિવાર બહુચરાજી ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યું હતું ત્યારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.

આ પણ વાંચો - BZ Group Scam : ખરેખર..! કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવ્યા રોકાણકારો! કરી આ માગ

Tags :
Bike AccidentChansma talukaDeesaDeesa Civil HospitalGUJARAT FIRST NEWSNorth GujaratPatanroad accidentTop Gujarati News