નેત્રંગમાં સગીરા સાથે દુષ્કર્મ, 8 મહિનાનો ગર્ભ રહેતા ભેદ ખુલ્યો
અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ
સુરત જિલ્લાના કામરેજથી નેત્રંગ તાલુકાના એક ગામમાં મોટી બહેનના ઘરે આવેલી સગીરા ઉપર ગામના જ યુવકે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા નેત્રંગ પોલીસે નરાધમ સામે બળાત્કાર અને પોક્સો એકટ ગુનો દાખલ કર્યો છે.
સુરત જીલ્લાના કામરેજ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા નેત્રંગ તાલુકાના એક ગામમાં રહેતી પોતાની મોટી બહેનની સાસરીમાં રહેવા માટે આવેલ હતી.જે સગીરા મોટી બહેનના ઘરના પાછળના ભાગે આવેલ આમલીના ઝાડ પાસે રાત્રીના સમયે કુદરતી હાજતે ગઇ હતી.જે દરમ્યાન વરખડી ગામના મુકેશ રાયસીંગભાઇ વસાવાએ કુદરતી હાજતે ગયેલ સગીરાને મોઢા પર હાથ મુકી ધાકધમકી આપી કહેલ કે,તું બુમ પાડશે તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ કરેલ,
આ સબંધ બાબતે કોઇને જાણ કરીશતો હું તને તારી બહેનને જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી અને થોડા થોડા સમયનાં અંતરે જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચરતા આઠ માસનો ગર્ભ રહી ગયો હતો.જેની જાણ સગીરાની માતાને થતા નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપતા ચકચાર મચી જવા પામ્યો હતો.નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ કે.એન વાધેલાએ બનાવની ગંભીરતાને જાણી દુષ્કર્મ આચરનાર ફરાર મુકેશ રાયસીંગભાઇ વસાવા વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ માટેના ચક્રોગતિમાન કર્યા છે.