શરૂ થવા જઇ રહ્યું છે કચ્છનું રણોત્સવ, જાણો રણોત્સવ 2023-24 ની વિશેષતાઓ, શું છે આ વખતે ખાસ !
અહેવાલ - કૌશિક છાયા
'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા' પંક્તિને સાર્થક કરતું અને વિશ્વના દરેક પ્રવાસીઓને આકર્ષતું સફેદ રણ (White desert of Kutch) હંમેશા ખૂબ જ ચર્ચામાં રહે છે. અહીં દર વર્ષે અલગ અલગ થીમ પર રણોત્સવ યોજાય છે. આ વર્ષે 10 નવેમ્બર થી રણ ઉત્સવ શરૂ થશે . આ વર્ષે રણ ઉત્સવ અને ટેન્ટ સિટી માં ધોળવીરાનો રંગ આકર્ષણનું નવું કેન્દ્ર બનશે . વિશ્વ ધરોહર ધોળાવીરાને લોકો જાણે અને સંસ્કૃતિ ને સમજે એ સાથે ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવી રહ્યું છે.
કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. દેશભરમાંથી તેમજ વિદેશથી પણ લોકો ખાસ રણોત્સવ માટે વિશેષ પ્રવાસીઓ કચ્છ આવે છે, હાલ કચ્છ નાં સફેદ રણ માં ૧૦ નવેમ્બર ના શરુ થશે અને ફેબ્રઆરી સુધી ચાલશે, આ વખતે રણોત્સવ માં પ્રવાસીઓ ને કંઇક અલગ અને જુદી જ થીમ જોવા મળશે. રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે.
ટેન્ટ સિટીના સંચાલકના કહ્યા મુજબ આ વર્ષના રણોત્સવ માટે અત્યારથી જ બુકિંગ શરૂ થઈ ગયું છે. દેશના દરેક ખૂણેથી પ્રવાસીઓ પોતાની બુકિંગ કરાવી રહ્યા છે. આ વખતે ટેન્ટ પણ અપગ્રેડ કરવામાં આવ્યા છે તો ટેન્ટ સિટીમાં ખાતે રોકાતા પ્રવાસીઓને કચ્છના વિવિધ સ્થળોના દર્શન કરાવવા માટે પણ ગત વર્ષ થી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે